જીવન ની ભરમાર
શનિવાર,21 સપ્ટેમ્બર 2019
ચાર દિવસ ની ચાંદની
પછી છવાઈ જાશે કાળી રાતની ઓઢણી
નહિ જડે કોઈ પળ સુખદ આનંદ ની
ફકત વિતાવશો ક્ષણો આક્રંદ ની।
જતા નહિ લાગે વાર
પણ વાગશે એનો ભેદી માર
યુવાની ના જોશ ની કથા પણ ભુલાઈ જાશે
મન માં વેદના ઘર કરી જાશે।
સુખ કદી જા જા ટકતા નથી
વેદના ના ઘા કદી રુજાતા નથી
કોઈ જ વિરલા એને ખમી શકે
કુદરત ના મારને જીલી શકે।
જેણે સહન કરી લીધા
આવતા એંધાણ ને જીલી લીધા
તેની કાલ કદી બગડશે નહિ
જમાના ની આગ દઝાડશે નહિ
આ તો છે જીવન ની ભરમાર
તરવો રહ્યો દોહ્યલો સંસાર
માનવતા નો કરવો રહ્યો આદર
જો જો ના થઇ જાય કોઈનો પણ અનાદર
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem