જીવન માં પ્રેમ દોર Jivan Maa Poem by Mehta Hasmukh Amathaal

જીવન માં પ્રેમ દોર Jivan Maa

જીવન માં પ્રેમ દોર

કહેવાથી પ્રેમ ના થાય
અનુભૂતિજ ના થાય
પ્રેમ માં લાગણીવેડા કદાપિ ના હોય
ભાવના ના બંધન જ હોય।

જોય કરો બસ દૂર થી
ફૂલ તો ઉપવનમા જ સુંદર લાગે મન થી
નાસિકા તર થઇ જાય તેની સુગંધ થી
મન પણ મોહાંધ થઇ જાય વિચાર માત્ર થી।

આવા પ્રેમ ને મોહપાશ ના હોય
તે ને કુચળવાનો પ્રયાસ પણ નિંદનીય જ હોય
તેના દેખાવમાં જ સુંદરતા ની નિશાની છે
પ્રભુ એ ખુબસુરતી મૂકીને બનાવી આસાની છે।

જીભ કૈક કહે કહેતા અટકી જાય છે
સુંદરતા જોઈ મન ભટકી જાય છે
કેમે કરી ને કહું 'તને પ્રેમ કરું છું'
રોજ પ્રેમસાગર માં હું તો તરતો જ રહું છે।

આંખો એ ટકટકી લગાવી આસ બાંધી છે
મન શાંત પણ આ તો બાંધી રાખેલ આંધી છે
ખબર નથી ક્યારે ખેદાનમેદાન કરી નાખશે ભાવના ના બંધ ને!
"મને પ્રેમ તો મળશે ને" આંખો મીંચાય યા બંધ થાય તે પહેલા ને।

જીવન માં પ્રેમ દોર બંધાય તેનો સંકલ્પ છે
જીવન નો પ્રવાહ અને અનુરાગ એતો અલ્પ છે
મારા વિચારો પોતાના અને સન્માન આપવાવાળા છે
બાકી તો સંજોગ ઉભો કરવાવાળા ઉપરવાળા છે।

જીવન માં પ્રેમ દોર Jivan Maa
Thursday, February 9, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 10 February 2017

welcoem rupal bhandari Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 09 February 2017

જીવન માં પ્રેમ દોર બંધાય તેનો સંકલ્પ છે જીવન નો પ્રવાહ અને અનુરાગ એતો અલ્પ છે મારા વિચારો પોતાના અને સન્માન આપવાવાળા છે બાકી તો સંજોગ ઉભો કરવાવાળા ઉપરવાળા છે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success