જીવન નો અફસોસ Jivan No Poem by Mehta Hasmukh Amathaal

જીવન નો અફસોસ Jivan No

જીવન નો અફસોસ

માથે છત નથી
પણ કોઈ અછત નથી
બધુજ મળી રહે છે આસાની થી
બધાજ રહે છે સુખે થી અને મજા થી।

અઢળક ને અદ્રશ્ય થતું જોવું એ એક વિશેષતા છે
ગરીબી માં થી આગળ વધવું એ એક મહાનતા છે
તેને ના ભૂલી સમાનતા રાખવી એ એક લાક્ષણિકતા છે।

વધુ ધન હોવું એ ધનાઢયતા ની નિશાની હોઈ શકે
'પણ પોતે સુખી વધુ છે ' એમ કદી ના કહી શકે
'વધુ પાસે હોવું' એ જિંદગી ની સુરક્ષા જોખમાવી શકે છે
લોકો હુમલો કરી આપને ખતમ પણ કરી શકે છે।

પૈસો હોવો જરૂરી છે
પણ પરસેવો એટલોજ જરુરી છે
શ્રમ અને શ્રમદાન ની મહત્તા એજ જાણી શકે
જેણે જીવન ની તડકી છાંયડી અનુભવી છે।

જિંદગી સ્વપ્ન માત્ર જ છે
માણસ પાત્ર કે કુપાત્ર હોઈ શકે છે
કોઈ માપદંડ ખરો નથી હોતો
જીવન નો અફસોસ પણ લોકો ને નથી હોતો।

જીવન નો અફસોસ Jivan No
Saturday, March 18, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 18 March 2017

માથે છત નથી પણ કોઈ અછત નથી

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success