જીવનભર.. Jivanbhar Poem by Mehta Hasmukh Amathaal

જીવનભર.. Jivanbhar

જીવનભર
ગુરુવાર,3 જાન્યુઆરી 2019

જીવનભર આપણે મેહનત કરતા રહયા
ખુબ રળતર કર્યું અને નામ કમાયા
કોઈના પણ જીવો ને ના દુભવ્યા
અને જીવતે જીવ સાચા સુખ ને પામ્યા।

કમાવું અને સદગૃહસ્થ ધર્મ નિભાવવો
સ્નેહ ના તાંતણા ને જીવ ની જેમ સાચવવો
આ બધું કઠણ તો છે પણ છે અગત્ય નું
અને મહત્વ છે એના સાતત્ય નુ।

ઘણીવાર મન માં વિચાર આવી જાય
કોઈનું અમંગળ કરવાનું મન થઇ જાય
બીજાની સંપત્તિ ચાઉં કરવાનો વિચાર આવે
આ બધું દુઃખ અને વિનાશ ને નોતરે।

બે રોટલા સુખ ના મળે
આવી અનુભૂતી થાય તો જ જીવતર ફળે
વગર મહેનત નું ફળ અનિદ્રા નોતરે
રોગ ઘર કરી જાય અને મુસીબત વહોરે।

જીવતર નો બોધ લેવો સારો
સારું જીવન આપે મન ને વરતારો
કઈ અશુભ થવાનું હોય તો આવે અણસારો
પણ તલવાર નો ઘા શૂળ થી પતે એટલે થાય હાશકારો।

હસમુખ અમથાલાલ મહેતા

જીવનભર.. Jivanbhar
Thursday, January 3, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 03 January 2019

જીવતર નો બોધ લેવો સારો સારું જીવન આપે મન ને વરતારો કઈ અશુભ થવાનું હોય તો આવે અણસારો પણ તલવાર નો ઘા શૂળ થી પતે એટલે થાય હાશકારો। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success