જીવનચક્ર... Jivanchakraa Poem by Mehta Hasmukh Amathaal

જીવનચક્ર... Jivanchakraa

Rating: 5.0

જીવનચક્ર
મંગળવાર,12 ફેબ્રુઆરી 2019

મારું જીવનચક્ર ચાલી રહ્યું
માનવજીવન ને મહેકાવી રહયું
મને મન માં કૈંક એવું લાગી રહયું
કૈંક કરવાનો અભરખો જમાવી ગયું।

જોયા મેં જીવો ચારેબાજુ
સુખ ની અને દુઃખ ની બેઉ બાજુ
કુદરતે બનાવ્યું એવું ત્રાજવું
બધાને જોઈતું હોય તે તો ના જ આપવું।

નાના મોટા બેઉ તરસે
પ્રભુ ની કૃપા ક્યારે વરસે!
ગરીબ અને તવંગર દુઆ માંગે
જીવન ના રક્ષણ ની ભીખ કાજે।

પ્રભુજી રાખજો સદા કૃપાદ્રષ્ટિ
આપજ રચયિતા સર્વ સૃષ્ટિ
બધા જીવો ને એકજ સહારો
અમને આમાં થી સકુશળ ઉગારો।

જીવન છે ભાવભર્યો સુગાંધીસાગર
તરવો અમારે સમુચો ભવસાગર
આપજ છો કરુણા ના સાગર
વરસાવજો કૃપા સદા અપરંપાર ।

હસમુખ અમથાલાલ મહેતા

જીવનચક્ર... Jivanchakraa
Monday, February 11, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success