જીવન એક મંજીલ... Jivanek Poem by Mehta Hasmukh Amathaal

જીવન એક મંજીલ... Jivanek

Rating: 5.0

જીવન એક મંજીલ

ગુરુવાર,2 ઓગસ્ટ 2018

તારો ને મારો જન્મારો
કાપવો પડશે સહિયારો
સાથ મળી જશે જો તારો
જીવન નો આનંદ હશે અનેરો।

તું ક્યાં અને હું ક્યાં હતો?
પણ ભવેભવ નો સાથ હતો
મિલન ની ઘડી આવી જીવન માં
મૂર્તિમંત થયા સોણલા સપના માં।

જીવન એક મંજીલ હતી
સામે ઉભેલ દુવિધા હતી
પણ મનસૂબો બંનેનો એકજ હતો
સંસારસાગર પાર કરવો હતો।

કુદરત નો કોઈ સંકેત હશે
જેથવાનું હશે તે સારુંજ હશે
કુદરત ની વિધાન મને મંજુર છે
તારી કૃપા નો ઘણો ઉપકાર છે।

અથાગ વિશ્વાસ અને ખંત છે
તારી દયા મારાપર અનંત છે
એક પર્ણ પણ તારા વગર હાલી ના શકે!
જીવન ની એક પળ પણ કપાઈ ના શકે।

કરો કામના એવી કે પ્રભુ રાજી રહે
તમારાપર દયા ની હેલી વરસતી રહે
સાથે સાથે તમારું જીવન સાદગીમય રહે
તલ્લીન અને પ્રભુમય સદા રહે।

હસમુખ અમથાલાલ મહેતા

જીવન એક મંજીલ... Jivanek
Thursday, August 2, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 02 August 2018

કરો કામના એવી કે પ્રભુ રાજી રહે તમારાપર દયા ની હેલી વરસતી રહે સાથે સાથે તમારું જીવન સાદગીમય રહે તલ્લીન અને પ્રભુમય સદા રહે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success