હું જીવી જઈશ.. Jivi Poem by Mehta Hasmukh Amathaal

હું જીવી જઈશ.. Jivi

Rating: 5.0

હું જીવી જઈશ
રવિવાર,26 ઓગસ્ટ 2018

જિંદગી ને હું જીવી જઈશ
પણ તેને એક વાત સમજાવી જઈશ
મારી સાથે ટી રમત ના રમીશ
આ વાત તેને હું કહી દઈશ।

મોત ને પણ વહાલું કરીશ
મારું મોઢુ કકઈ ના ફેરવીશ
મને સમજ છે કે તું પણ એક ભાગ છે
મારી રાગણી નો એક રાગ છે।

ખુશી મને થતી નથી
અને ચિંતા મને ગમતી નથી
ખુશી નો અણસાર આવે તો પણ
જજૂમવા ની મને આદત નથી।

મને ખબર છે એટલી
જિંદગી છે મહામૂલી
હું તેની કદર કરી જાણું
પણ હંમેશા તે રહેશે મોટું ઉખાણું।

આટલી અમથી વાત છે
પણ એ ખાલી ગમ્મત કે રમત નથી
એને જેટલું જાણો તેટલું ઓછું છે
મળ્યું છે એ પણ અવેજ માં થોડું છે।

કરો ના ઘૃણા ગરીબો ની
વાત છે નાની પણ માનવતા ની
કરશો એટલું પામશો
જિંદગી નો નથી ભરોસો।

જીવ્યા એટલું જ પામ્યા
છતાં રહયા તરસ્યા ને તરસ્યા
જીજીવિષા નો કોઈ પાર નથી
મનસા હોય મનમાં, તો એનો કોઈ તાગ નથી।

હસમુખ અમથાલાલ મહેતા

હું જીવી જઈશ.. Jivi
Sunday, August 26, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 26 August 2018

a welcome navin kumar upadhyay 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 26 August 2018

જીવ્યા એટલું જ પામ્યા છતાં રહયા તરસ્યા ને તરસ્યા જીજીવિષા નો કોઈ પાર નથી મનસા હોય મનમાં, તો એનો કોઈ તાગ નથી। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success