જીવવા માગે તેનુંજ છે જીવન Jivvaa Mange Poem by Mehta Hasmukh Amathaal

જીવવા માગે તેનુંજ છે જીવન Jivvaa Mange

જીવવા માગે તેનુંજ છે જીવન

જીવન નો રંગ તો માણ્યો
પણ રહ્યો સદા અજાણ્યો
લોકો એ વાહવાહી કરી
પણ મને એ ના લાગી ખરી ખરી। જીવવા માગે તેનુંજ છે જીવન

પ્રભુ ની લીલા અપરંપાર
હું અચંબિત થઇ જાઉં વારંવાર
મન ભ્રમીત ના થાય તેનો ખ્યાલ જરૂર આવે
પણ લાગણી નો આવેશ જરૂર સતાવે। જીવવા માગે તેનુંજ છે જીવન

જીવન જાણવા કરતા જીવવું ભલું
ભલે અકળ અને રહ્યું દોહ્યલું
બને ત્યાં સુધી રહેવું ભલું
પછી ભલે સાંભળવું પડે ખોટું કે ખરું। જીવવા માગે તેનુંજ છે જીવન

કોઈનું અનુકરણ કરવુજ ખોટું
મન રાખવું વિશાળ અને મોટું
જીવ કહે તેનેજ અનુસરવું
ભલે ને પછી બીજાને લાગે ભૂંડું અને ઉતરે સોંસરવું। જીવવા માગે તેનુંજ છે જીવન

જેનો સ્વભાવ હોય મળતાવડો
તે કેમે કરી ને હોય અળખામળો?
તેનો ચેહરો તો 'હસમુખ' વારંવાર નજર સમક્ષ આવી જાય
કોઈ વાર રડાવી જાય પણ સુખ ની લાગણી હંમેશાં આપી જાય। જીવવા માગે તેનુંજ છે જીવન

ઓશો ની વાણી સહજ અને ગળે ઉતરી જાય તેવી
દૂધ માં ભેળવો તો જલ્દી ગળી અને ભળી જાય તેવી
જે જીવવા માગે તેનુંજ છે જીવન
બાકી તો રઘવાટ અને કચવાટ રહેશે આજીવન। જીવવા માગે તેનુંજ છે જીવન

જીવતર તો બધાનું એકસરખું
પણ અનુસરણ નોખું નોખું
કોઈનો જીવ હોય લોભિયો અને લાલચુ
તો કોઈ હોય સંતોષી અને ના કરે ચા કે ચું।

જીવવા માગે તેનુંજ છે જીવન Jivvaa Mange
Thursday, October 13, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 14 October 2016

welcoem radha gandhi Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 14 October 2016

welcome kath kath Unlike · Reply · 1 · Just now today by

0 0 Reply
Mehta Hasmukh Amathalal 14 October 2016

x welcoem tarun h mehta Unlike · Reply · 1 · Just now today by

0 0 Reply
Mehta Hasmukh Amathalal 14 October 2016

x welcome lovely ninz Unlike · Reply · 1 · Just now h kath Unlike · Reply · 1 · Just now today

0 0 Reply
Mehta Hasmukh Amathalal 13 October 2016

જેનો સ્વભાવ હોય મળતાવડો તે કેમે કરી ને હોય અળખામળો? તેનો ચેહરો તો હસમુખ વારંવાર નજર સમક્ષ આવી જાય કોઈ વાર રડાવી જાય પણ સુખ ની લાગણી હંમેશાં આપી જાય। જીવવા માગે તેનુંજ છે જીવન ઓશો ની વાણી સહજ અને ગળે ઉતરી જાય તેવી દૂધ માં ભેળવો તો જલ્દી ગળી અને ભળી જાય તેવી જે જીવવા માગે તેનુંજ છે જીવન બાકી તો રઘવાટ અને કચવાટ રહેશે આજીવન। જીવવા માગે તેનુંજ છે જીવન જીવતર તો બધાનું એકસરખું પણ અનુસરણ નોખું નોખું કોઈનો જીવ હોય લોભિયો અને લાલચુ તો કોઈ હોય સંતોષી અને ના કરે ચા કે ચું।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success