જીવવું મુશ્કેલ
રવિવાર,16 સપ્ટેમ્બર 2018
પ્રભુ જીવવું ઘણું મુશ્કેલ છે
આનો તમારી પાસે કઈ ઉકેલ છે?
માયા તાંતણા એવા બંધાણા
બની બેઠા નવા નવા ઉખાણા?
લાલસા અને લાયીત્વ
ભસ્મ કરી નાખ્યું છે સત્વ
સારા નરસા નો કોઈ ભેદ નથી
પણ એનો અમને કોઈ ખેદ નથી।
કેટલા કેટલા આપ્યા છે દુઃખ?
ક્યાંથી મળે પછી આત્મા ને સુખ?
કોઈ જ વીરલો શરણે તમારે આવે
અંતઃકરણ થી યાદ કરે અને વિનવે।
મન માં એકજ છે નીર્ધાર
પ્રભુ આપનો છે એકજ આધાર
આખા સંસાર માં અમે રહયા નિરાધાર
આંસુ વહે સદા આંખો થી અનરાધાર।
પ્રભુ આપજો સદા શક્તિ અને ભક્તિ
અને અપાવજો માનભેર મુક્તિ
માનવ કદી ના ફાવે, કરી ઘણી યુક્તિ
તમારી આગળ અમે વામણા તમેજ છો આદ્યશક્તિ।
પ્રભુ નમન કરું અને વારંવાર વિનવું
દુનિયા માં જોવા મળે અવનવું
મારે શોધવો રહ્યો મારે મુક્તિમાર્ગ
સુખે થી સીધાવું મારે કલ્પના નું સ્વર્ગ।
હસમુખ અમથાલાલ મહેતા
welcome Dipak Vipul Patel 1 Manage Like · Reply · 1m
welcome Haresh Deval Patel 1 Manage Like · Reply · 1m
welcome nilesh salunke 1 Manage Like · Reply · 1m
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome Titiksha Naik Add Friend