જૂની યાદ
શનિવાર,26 ઑક્ટોબર2019
જુની યાદો કોઈને પણ છોડતી નથી
એની યાદ વગર જીવન ની પળો કપાતી નથી
જિંદગી માં એની વગર મીઠાસ આવતી નથી
બસ એની યાદ વગર ફાવટ આવતી જ નથી।
કેવી સુંદર હતી એ બધી ક્ષણો!
બસ અંદર નો હરખ જ ના સમાણો
ઉત્સાહ પણ થઇ જતો બમણો
પણ જાત ને લાગતી ઘણો વામણો।
આજે પણ મને ખુબજ સાલે છે
મારી આંખો તેની સુંદરતા ને જ ભાળે છે
શું હતું તેની વાણી ના મીઠાસ માં?
શબ્દો તો સમાઇ ગયા એની સુવાસ માં।
વાતો કરે તો જાણે ફૂલ ઝરતા
એને જોવા ને ઘણા બધા મરતા
એના મન માં કાઇંક જુદુજ હતુ
મારો પ્રેમ એને રમુજ કરાવતુ।
વિધિને મંજૂર કદાચ ના હતુ
મારું મન હંમેશા તેના માટે મચલતુ
તેના ઘર માં તેનુ કશું ના ચાલતું
મને તેના વગર કદી ના ફાવતું।
આ જે તે નથી પણ યાદ તાજા છે
તેને યાદ કરવી એ પણ સજા છે
કદી ના મળી તે મારા જીવન માં
આજે મને તે દેખાય છે વન માં
હસમુખ અમથાલાલમેહતા
Courtesy: Tabita vaver
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem