કદમ થી કદમ, , , Kadam Poem by Mehta Hasmukh Amathaal

કદમ થી કદમ, , , Kadam

Rating: 5.0

કદમ થી કદમ

રવિવાર,12 ઓગસ્ટ 2018

બધું મળી ગયું ખાખ માં
જ્યારે હાથ થી શોઘી રહ્યો રાખ માં
ક્યાં થી હોય સુખ આગની જ્વાળા માં
જ્યારે બધું સળગતું દેખાય સપના માં।

ખુબ શોધ્યું સુખ ને ચારેકોર
પણ મળી મને ખાલી ટકોર
કેમ મચાવે છે શોર?
કહું મને જ બનાવ્યો ચોર।

સુખ તો હતું સામે જ
પણ હું ભટક્યો ગામે ગામે
તેને ના તો નીરખવા નો સમય હતો
કે પછી પારખવા નો।

તેણેતો મને કહી જ દીધું
હું કરી દઉં હંધું સીધું
જો હોય મન માં હોય ચાહ
તો હું સામે ચાલી ને આવી છું રાહ।

મારા અંતર ના તાર ઝણઝણ્યા
કેટલા કેટલાએ સવાલો પૂછયા
આ વાત મારા ખ્યાલ માં કેમ ના આવી?
પચ્છમ બુદ્ધિ વાળી વાત કેમ થઇ આવી।

લો કરો વાત! મેં પણ સમો પારખી લીધો
તમારી વાત નો અર્થ છે સીધો
ચાલો પદાર્પણ કરી નવા જીવન નો પ્ર્રારંભ કરીએ
કઁબસીબ કથા નો જલ્દી થી અંત આણીએ

એમણે આંખો થી મંજૂરી આપ દીધી
મેં પણ વગર વિચારે હા કહી દીધી
સુખનુ બિંદુ મને અહીં દેખાણું
સમસ્ત બ્રહ્માંડ નું પુંજ અહીં પથરાણું ।

હવે જીવન સાર્થક થાશે
ખુશીઓ ની ચાદર પથરાશે
અમે બંને સાથે બેસી ને દુનિયા નીહાળીશું
એકજ લય અને તાલ સાથે કદમ થી કદમ મિલાવુંશું।

હસમુખ અમથાલાલ મેહતા

કદમ થી કદમ, , , Kadam
Sunday, August 12, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 12 August 2018

હવે જીવન સાર્થક થાશે ખુશીઓ ની ચાદર પથરાશે અમે બંને સાથે બેસી ને દુનિયા નીહાળીશું એકજ લય અને તાલ સાથે કદમ થી કદમ મિલાવુંશું। હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success