કાળચક્ર ની આ ભૂમિ માં.. kalcharni aa bhumi Poem by Mehta Hasmukh Amathaal

કાળચક્ર ની આ ભૂમિ માં.. kalcharni aa bhumi

Rating: 5.0


કાળચક્ર ની આ ભૂમિ માં
સથવારો તમને મળશે નહિ
સગાવાલાની આ માયા માં
કોઈ તમારું થશે નહિ। કાળચક્ર ની આ ભૂમિ માં

જુવાની નાં આ જુવાળ મા
સમય તમોને મળશે નહિ
રંગીની ની આ દુનિયા માં
આતમન ને રંગ ચડશે નહિ। કાળચક્ર ની આ ભૂમિ માં

જીવન ની આ મોહમાયા માં
વહાલા દવલા થશે નહિ
જેને સમજશો આત્મજ તો પણ
કદી તમારા થશે નહિ। કાળચક્ર ની આ ભૂમિ માં

જીવનદીપ બુઝાશે જ્યારે
કોઈ પાસ તમારે હશે નહિ
કરો કામના એવી ત્યારે
અંતકાલ બગડે નહિ। કાળચક્ર ની આ ભૂમિ માં..

તરણું ઓથે મેં લીધું છે
શરણે તમારે આવ્યો છું
દિન દુખીયાના બેલી તમે છો
ચરણે તમારે આવ્યો છું। કાળચક્ર ની આ ભૂમિ માં

COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 25 February 2014

Rohani Daud likes this. Hasmukh Mehta welcome a few seconds ago · Unlike · 1

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success