કલ્પના... Kalpana Poem by Mehta Hasmukh Amathaal

કલ્પના... Kalpana

Rating: 5.0

કલ્પના
શનિવાર,17 નવેમ્બર 2018

સુખ ની કરું કલ્પના
તમે મન વસી ગયા સજના
હા, ના કરતા માની ગયા
મારા દિલ માં ઘર કરી ગયા।

આવા મન મેળા કિસ્મત થી જ થાય
એક બીજી ની આંખો ચાર થાય
પળ પળના હિસાબ માંગતા થાય
નો જરાપણ મોડું થાય તો નારાજ થઇ જાય।

આજ છે જીવન ની મધુર ક્ષણ
મન અનુભવે થોડી ઘણી તાણ
અમંગળ વિચારો મન માં ઉદ્ભવે
પણ એનો અંત સુખદ જ આવે।

આપણ ને મળે બધાના આશીર્વાદ
મળશે ટેકો બધા નો નિર્વિવાદ
બધું ઉતરશે સમુસુતરું
જીવન કપાઈ જશે સુખરૂપ।

જીવન ની આ ક્ષણ રહે યાદગાર
પ્રભુ નો માનવો જ રહ્યો ઉપકાર
ચરણ સ્પર્શ કરી વંદન કરું
મન માં ને મન માં પ્રભુ નું સ્મરણ કરું।

હસમુખ અમથાલાલ મહેતા

કલ્પના... Kalpana
Saturday, November 17, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 17 November 2018

જીવન ની આ ક્ષણ રહે યાદગાર પ્રભુ નો માનવો જ રહ્યો ઉપકાર ચરણ સ્પર્શ કરી વંદન કરું મન માં ને મન માં પ્રભુ નું સ્મરણ કરું। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success