કલ્પના ના ઘોડા... Kalpana Poem by Mehta Hasmukh Amathaal

કલ્પના ના ઘોડા... Kalpana

કલ્પના ના ઘોડા
શનિવાર,5 જાન્યુઆરી 2019

મારે જાવું પેલે પર
વચ્ચે દરિયો ઘણો અપાર
શમણાં સતાવે વારંવાર
ચાહું કૃપા અપરંપાર।

મન માં મનોરથ ઘણા
પણ સર્વદા રહી જાય મણા
કલ્પના ના ઘોડા ને લગામ ના લગાવાય
જો કરી શકો એમ તો જીવન અમર થઇ જાય।

આવ્યા હતા પુરા કરવા શમણાં
પણ ના કરી શક્યા પુરા હમણાં
મનોરથ ને હું વધારું આગળ
પછી કદાપિ ના રહું પાછળ।

સુખ ના દહાડા આવે ને જાય
દુઃખ ના ડુંગર ના સહેવાય
ના મન માં રખાય કે કહેવાય
દિલ માં લગાવે મોટી લાય।

જીવન નો આ છે સંદેશ
કદીના રાખો મન માં અંદેશ
ભરો હિમ્મત થી આગળ એક ડગલું
કામ પૂર્ણ થઇ જશે સઘળું।

હસમુખ અમથાલાલ મહેતા

કલ્પના ના ઘોડા... Kalpana
Saturday, January 5, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 05 January 2019

જીવન નો આ છે સંદેશ કદીના રાખો મન માં અંદેશ ભરો હિમ્મત થી આગળ એક ડગલું કામ પૂર્ણ થઇ જશે સઘળું। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success