કલુષિત વાતાવરણ... Kalushit Poem by Mehta Hasmukh Amathaal

કલુષિત વાતાવરણ... Kalushit

કલુષિત વાતાવરણ
મંગળવાર,25 ડિસેમ્બર 2018

હવે તો હદ થતી જાય છે
ધર્માન્ધતા ની સીમા ઓળંગાતી જાય છે
દેશ ને બરબાદ કરવાનો કારસો રચાતો જાય છે
દેશ માં સોહાદપુર્ણ વાતાવરણ ને ડહોળવાનો પ્રયાસ થાય છે।

રાજકારણી ઓ એ વાતાવરણ ઘણું કલુષિત કર્યું
હવે ધર્મગુરુ ઓ એ તેને વધારે તિરસ્કૃત કર્યું
લોકો ની ભાવનાઓ ને નિરંતર ભડકાવી
હજુ સાન ન આવી નિર્દોષો ના લહુ વહેવડાવી।

લોકો ને ખાવાના પણ છે ફાંફા
થશે સમાજ આના થી પણ ખફા
એક બીજા ની ચડસા ચડસી બતાવે વફા
પણ તેની સાર્થક તા બતાવ વા બધા આપે સફાઈ।

જ્યા સુધી ધર્માન્ધતા નહિ અટકે
અને એના પ્રસરતા પ્રભાવ ને નહિ રોકે
તો કોમી વિગ્રહ વિકરાળ રૂપ લઇ લેશે
એની આહુતિ ઘણા લોકો ને ભરખી જશે।

આવી આગ ને આપણે રોકવી જ રહી
બધાની સલામતી આમાં જ છે અહીં
શાંતિ હશે તો દેશ ની પ્રગતિ થશે
નહીં તો પછી સમુચો વિનાશ નોતરશે।

હસમુખ અમથાલાલ મહેતા

કલુષિત વાતાવરણ... Kalushit
Tuesday, December 25, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 25 December 2018

આવી આગ ને આપણે રોકવી જ રહી બધાની સલામતી આમાં જ છે અહીં શાંતિ હશે તો દેશ ની પ્રગતિ થશે નહીં તો પછી સમુચો વિનાશ નોતરશે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success