કરો ધુત્કાર.. Karo Poem by Mehta Hasmukh Amathaal

કરો ધુત્કાર.. Karo

Rating: 5.0

કરો ધુત્કાર
બુધવાર,18 ડિસેમ્બર 2019

આવી ને વસી ગઈ છે તું મન માં રાણી
બનાવીશ તને હુંમારા દિલ ની પટરાણી
ઝરોખા માં થી નીહાળીશ તને નયન કામિની
તું સદા રહેજે બની ને સારી ભામિની।

આવા અલંકારો થી સદા તને નવાજિશ
અને મન થી થઇ સદા અહોર્નિશ
વિનવી ને દિલથી હું કહીશ ઈશ
પુરી કરજો મારી ઈચ્છા ને, હું બજાવુ છું કુરનીશ।

અમે બધા રહયા બધા માટી ના માનવી
આખી ઉમર ભવાઈ ને ભજવી
ના થાય પુરી તો જાત નેલજવી
માનવતા ને પણ વારંવાર લાંછન લગાવી।

આતો જીવન ની એકજ ઝાંખી
અમે માનવતા ને પીંખી નાખી
હેવાનિયત ની પણ હદ કરી નાખી
પુરેપુરી માનવજાત ને બદનામ કરી નાખી।

સાંભળ્યું છે કદી 4 વર્ષ ની છોકરી નો બળાત્કાર
આપણે બધા એ ના સાંભળી એની ચિત્કાર
બળાત્કારીઓ નો ભરી સભા માં કર્યો સત્કાર
આવું સાંભળી આત્મા એ અનુભવ્યો હાહાકાર।

સ્ત્રી નો આવો આદર-સત્કાર
તેવા લોકો નો થવો જોઈએ ધુત્કાર
આજે આજ છે સમય નો પોકાર
કરો સરેઆમ તમને બહિષ્કાર।

હસમુખ અમથાલાલ મહેતા

કરો ધુત્કાર.. Karo
Wednesday, December 18, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 18 December 2019

સ્ત્રી નો આવો આદર-સત્કાર તેવા લોકો નો થવો જોઈએ ધુત્કાર આજે આજ છે સમય નો પોકાર કરો સરેઆમ તમને બહિષ્કાર। હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success