' કશું જ ખૂટતું નથી'.. Kashuj Poem by Mehta Hasmukh Amathaal

' કશું જ ખૂટતું નથી'.. Kashuj

' કશું જ ખૂટતું નથી'
બુધવાર,7 જુલાઈ 2021

' કશું જ ખૂટતું નથી ' જીવન સુગંધિત છે
પણ એનો અધિકાર અબાદિત છે
ઘણોજ વિસ્તાર પ્રતિબંધિત છે
એની હકુમત બાધિત છે

સ્વછંદતા માં મજા નથી
મલિનતા ની ખેર નથી
મલાજો રાખવો જ પડશે
જે નહિ માને તે જરૂર પડશે

મને એકલતા નહિ સાલે
મારી સાદગી ની નહિ થાય વલે
મને એનો લાભ લાંબા ગાળે ભલે નહિ મળે
પણ એના માટે નો પ્રયાસ નહિ જાય એળે

જીવન એટલે જ સંઘર્ષ
ચાલે વરસો વર્ષ
ધીરજ ના ફળ જરૂર મીઠા
કદી ના આપે સમાચાર માઠા

મારે માનવ થવું જ રહ્યું
એનું ગાણુ ગાવું જ રહ્યું
માનવતા નો દીવો પ્રગટાવવોજ રહ્યો
અંતરમન નો અવાજ સાંભળવો જ રહ્યો

જીવન જીવવાનો નો મને સંતોષ છે.
સફળ જીવન જ મારું પારિતોષ છે
મારી અંદર નો આ જયઘોષ છે
બકો તો બધે દોષ જ દોષ છે

જીવન ભલે મારું પણ અધિકાર બીજાનો
સંતોષ એટલે જ અમૂલ્ય ખજાનો
ના લાગે કશી ચીજ ની કમી
બસ માયલાએ ભરવી જ રહી હામી

ડૉ.હસમુખ મેહતા

' કશું જ ખૂટતું નથી'.. Kashuj
POET'S NOTES ABOUT THE POEM
જીવન ભલે મારું પણ અધિકાર બીજાનો સંતોષ એટલે જ અમૂલ્ય ખજાનો ના લાગે કશી ચીજ ની કમી બસ માયલાએ ભરવી જ રહી હામી ડૉ.હસમુખ મેહતા
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success