કઠોર વચન......Kathor Poem by Mehta Hasmukh Amathaal

કઠોર વચન......Kathor

Rating: 5.0

કઠોર વચન
રવિવાર,4 નવેમ્બર 2018

પ્રભુ દૂર કરો અંધકાર
ના કરી શક્યોં સપનો ને સાકાર
તમે ગરીબ ના બેલી અને અસહાય ના સારથી
આગળ વધે ડગર તમારા આશીર્વાદ થી।

જીવન ના કપરા ચઢાણ
તકલીફ ના વરતાય ઘણા એંધાણ
ઉપર નીચે થયા કરે ખેંચતાણ
પણ સદા રહે તમાર્રી જ આણ।

હું પામર અને શક્તિવિહીન
જીવન માં અનુભવું દાસતા અને લાગુ હીન
પણ આશાનું દેખાય એક કિરણ
સફળ થઈએ તો રાખો એનું સ્મરણ।

જીવન જીવવું કપરું અને દોહ્યલું
પણ લાગે સોહામણું અને થવાય એનું ઘેલું
જીવન માં પુરાયેલા અનેક રંગ
એને ઉમળકાથી વધાવજો અને જોજો ના પડે રંગ।

રહો સદા અભિલાષી
સુંદર વિચારો સાથે રહો મિતભાષી
સદવિચારો થી માણસ સદા શોભે
કઠોર વચન અને કટુતા પાડે એને હેઠે।

હસમુખ અમથાલાલ મહેતા

કઠોર વચન......Kathor
Sunday, November 4, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 04 November 2018

રહો સદા અભિલાષી સુંદર વિચારો સાથે રહો મિતભાષી સદવિચારો થી માણસ સદા શોભે કઠોર વચન અને કટુતા પાડે એને હેઠે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success