કયા જન્મ માં બંધાય Kayaa Poem by Mehta Hasmukh Amathaal

કયા જન્મ માં બંધાય Kayaa

કયા જન્મ માં બંધાય

મારા પ્રભુ, મારા નાથ
આપણે રહ્યા સંગાથ
તમે આપ્યો બહુમુલ્ય સાથ
ધર્મે દેખાડ્યો નવો પ્રભુપથ।

નવકાર નો મંત્રજાપ
કોઈ રહી નહિ ઉણપ
કોઈ પણ વસ્તુ ની લાલસા નહીં
જીભ ને જાણે લાગ્યો વૈરાગ્ય અહીં।

ભૂલ્યા જિંદગીભર નો ખટરાગ
બસ સાંભળ્યો એકજ રાગ
જીવન એ મહામૂલું રતન
પ્રભુ ને ભજીએ અને કરીએ રટણ।

ભલે ના છૂટે લાલસા
આગળ વધવાના રહે અભરખા
જીવન માં પાપ ભલે ના ધોવાય
પણ પ્રભુ ને ના વિસરાય।

એક માળા
તેની થાય જપમાળા
તેમનું નામ બોલાતું જાય હૃદય થી
કપાતું જાય પાપ અને પુણ્ય વધે ઉદય થી।

ભલે મને શિરપાવ ના મળે
આંસુ ના કડવા ઘૂંટ પીવા મળે
પણ એક અમી નજર નો હું પિપાસુ
સારું વિચારું હું આખું ચોમાસુ। .

બધા ચહેરાઓ આવે નજર સમક્ષ
તેમની અભિલાષા દેખાય પ્રત્યક્ષ
મને દોડી ને જવાનું અને મળવાનું મન થાય
આવા સંબંધ કયા જન્મ માં બંધાય?

કયા જન્મ માં બંધાય Kayaa
Saturday, August 26, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success