કેટલા બધા આશીર્વાદ Ketlaa Poem by Mehta Hasmukh Amathaal

કેટલા બધા આશીર્વાદ Ketlaa

કેટલા બધા આશીર્વાદ

જશોદાબેન વોશિંગ મશીન લાવ્યા
પુરીબેન ઘરઘંટી લાવ્યા
એમનો દીકરો આજકાલ કમાવા લાગ્યો છે
ઘરમાં ઘણોજ સામાન વસાવ્યો છે।

આજ છે મોટું દુઃખ
પછી ક્યાંથી આવે સુખ?
પેલા પાર્વતિબેન ને ત્યાં નવી ગાડી આવી
અને એ બજારમાં થી કેટલી બધી ખરીદી કરી આવી

આનો મને પણ વસવસો
ક્યાંથી આપું દિલાસો?
પૈસા તો છે પણ પછી ઘડપણ માં શું કરવું?
બે પૈસા બચાવ્યા હોય તો ઘડપણ ને સામાન્ય વ્યતીત કરવાનું।

જીવન ને સજાવવા દેખાડો કરવો પડે
બીજાથી ઊંચા બતાવવા થોડો ખર્ચો કરવો પડે
થોડી પાર્ટીઓ અને દાનકર્મ પણ કરવું પડે
ભલે ઘરમાં ટુટ હોય પણ દેખાડવું પડે।

આવો છે જીવન નો અભિગમ
લોકો માં પણ એનો લાગે પડઘમ
'પાર્ટી મોટી છે' પહેલા ખાવા ના પણ ફાંફા હતા
એના બાપા બજારમાં થી ઉધાર પણ લાવી શકતા નહોતા।

ચાલો વહેતી ગંગા માં હાથ ધોઈ લઈ એ
બધાનું અનુકરણ કરી આગળ વધી જઇએ
શા માટે પાસે હોવા છતાં ભિખારીવેડા કરવા?
ધન છે તો પછી લાગો દેખાવા અને જાઓ ફરવા!

બધું કરજો પણ ગરીબ ની હાય ના લેતા
ગાય ને એક પૂડો ઘાસ પણ નાખી દેતા
મળે સામે ભિખારી તો એક રૂપિયો જરૂર થી એની ઝોળી માં નાખશો
કેટલા બધા આશીર્વાદ મળશે? જીવન જરૂર થી વિતાવશો।

કેટલા બધા આશીર્વાદ Ketlaa
Thursday, June 1, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome welcome manisha mehta LikeShow More Reactions · Reply · 1 · Just now

0 0 Reply

welcome aman pandey Like · Reply · 1 · Just now

0 0 Reply

welcoem rual bhandari Like · Reply · 1 · Just now Like · Reply · 1 · Just now

0 0 Reply

welcom sarika sathvara Like · Reply · 1 · Just now

0 0 Reply

બધું કરજો પણ ગરીબ ની હાય ના લેતા ગાય ને એક પૂડો ઘાસ પણ નાખી દેતા મળે સામે ભિખારી તો એક રૂપિયો જરૂર થી એની ઝોળી માં નાખશો કેટલા બધા આશીર્વાદ મળશે? જીવન જરૂર થી વિતાવશો।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success