કેટલા બધા અરમાન Ketlaa Poem by Mehta Hasmukh Amathaal

કેટલા બધા અરમાન Ketlaa

કેટલા બધા અરમાન

લોકો કહેતા કહેતા શરમાય
ઘણા ઘણા લોકો પ્રેમ નો ઉલ્લેખ કરતા હરખાય
એનો જરાપણ કોઈ ઉચ્ચાર કરે તો માણસો ઘૂરકાય
કારણ કે એમના ભૂતકાળ થી પ્રતિષ્ઠા થોડી ખરડાય।

આજ તો હૃદય હતું ધબકતું તે સમયે
તેના માટે આજે અનાદર કેમ રાખીએ
કુદરત નું એક સ્વરૂપ હતું તેને અમે પ્રત્યક્ષ જોયું
તેને એક જીવંત ઓપ આપ્યો અને સપનું જોયું।

એક ઉષ્મા ની ઉણપ હતી
ઊર્મિઓ ની ઝાખપ હતી
મન કહેવા માટે ડરતું
અંદરખાને થી પણ ફડફડતું।

હું સ્વગત કહેતો
'તમને અર્ધાંગિની બનવા ખેર કહી શકતો'
જીવન ના કેટલા બધા અરમાન
મેં પણ જાળવ્યું એનું સન્માન।

આજે ભલે એ જીવન માં નથી
દૂરથી તેનો પડછાયો પણ પડતો નથી
પણ જીવન નો એક ધબકાર જાણે ચાલે છે
જીવન માં કૈંક કમી નો એહસાસ સાલે છે।

તું સરસ હતી અને છોજ
નાક, નક્ષ અને નેત્રજ
બધુજ કુદરતી અને સહજ
આજે પણ હું શરમાઉં પણ ના કરૂ ઉલ્લેખ મહજ।

મને વારંવાર થતું અને દિલ દ્રવી ઉઠતું
શા માટે જીવન સપનો થી આમજ કચડાઈ જતુ?
લોકો વારેવારે ઉલ્લેખ કરે અને પ્રેમ ને લાંછિત કરે
પણ આગળ જતા બધું ઠરીઠામ થઇ રહે।

કેટલા બધા અરમાન  Ketlaa
Monday, March 27, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 27 March 2017

welcome arvind bhandari Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 March 2017

મને વારંવાર થતું અને દિલ દ્રવી ઉઠતું શા માટે જીવન સપનો થી આમજ કચડાઈ જતુ? લોકો વારેવારે ઉલ્લેખ કરે અને પ્રેમ ને લાંછિત કરે પણ આગળ જતા બધું ઠરીઠામ થઇ રહે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success