ખાલી અનુભવ કર્યો સગાનો
દિલ માં જલન છે
અને મનમાં અગન છે
રેહ્વાતું નથી અને સેહવાતું પણ નથી
સ્વભાવ જ એવો થઇ ગયો છે કે પરખાતુ પણ નથી।
મનુંભાઈ ના ઘરે ગાડી આવી
કનુભાઈ ના ઘરે લાડી આવી
સાડીઓનો જાણે ભંડાર લાવી
સુંદરતા ની જાણે બહાર લાવી।
પણ આતો કેવું થયું!
આખું ગામ જાણે ગાંડું થયું
મહાલવાનું હતું બીજાઓને
પણ પાનો ચડી ગયો અમોને।
જાન ની જોડે અમે જોડાઈ ગયા
ગુપ બનાવી ને ફંટાઈ ગયા
કોઈ કોઈ બેન્ડવાજા ની આગળ નાચવા લાગ્યા
અમે બધા સુંદર કન્યાઓને નિહાળવા લાગ્યા।
આંખોમા નશો ચડવા લાગ્યો
મન માં પ્લાન રચવા લાગ્યો
આની જોડે કે પેલી રૂપાળી જોડે
પેલી જાડી જોડે કે પછી પાતળી સંગે।
હું તો સપનો ની નગરી માં મહાલતો હતો
પલકો ને જરા પણ મટકું મારવાનો સમય નહોતો
પણ આતો બીજાની જાન માં થયા ઘેલાભાઈ દિવાના
બસ ખાલી મરવાના સૌગંધ જ બાકી હતા લેવના।
અરે ભાઈ હું તો ગયો વારી
લળી લલી ને લીધા ઓવારણા ખાલી
ખુબ મજાનો પ્રસંગ હતો, પણ બીજાનો
અમે તો ખાલી અનુભવ કર્યો સગાનો।
welcome 1Saumya Ta Gnawali Unlike · Reply · 1 · 9 mins
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
અરે ભાઈ હું તો ગયો વારી લળી લલી ને લીધા ઓવારણા ખાલી ખુબ મજાનો પ્રસંગ હતો, પણ બીજાનો અમે તો ખાલી અનુભવ કર્યો સગાનો।