ખરી કમાણી
શનિવાર,11 જાન્યુઆરી 2020
નથી સમજાવવું મારે કોઈને?
નથી કામ કરવું મારે પૂછીને?
કોને ગણવા પારકા અને કોને પોતાના?
બધાજ તો છે ખાલી નામના!
જીવન મળ્યું છે જ ઉધાર
તેનો કોણ કરી શકે ઉદ્ધાર?
રાખો દિલ ને જ ઘણુ ઉદાર
હોવો જોઈએ તેના પર મદાર।
માન્યા હતા જેને પોતાના
બની ગયા પારકાના
સામે મળે આંખો ચોરાવે
ચોરે ને ચૌટે બાયો ચડાવે।
મોહ ના રાખો તમે દિલ થી
જોયા કરો તમે ઘણે દૂર થી
મન માં ના રાખો મલિનતા
આ તો બતાવે તમારી જ હીનતા।
જગત છે સ્વાર્થ થી ભરપૂર
એમ ઘણીવાર આવે ઘોડાપુર
બચાવી શકો તો બચાવી લો
પોતાના પ્રકા ને પારખી લો।
જીવી લો જીવન ને મજા માણી
કરી લો છેલ્લી, છેલ્લી ઉજાણી
મન કહી દેશે, ના કરો ધૂળધાણી
સત્ય છે એ જ, ખરીકમાણી
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
જીવી લો જીવન ને મજા માણી કરી લો છેલ્લી, છેલ્લી ઉજાણી મન કહી દેશે, ના કરો ધૂળધાણી સત્ય છે એ જ, ખરી કમાણી હસમુખ અમથાલાલ મહેતા