ખીલ્યુ માનવ ફુલ ...Khilyu Poem by Mehta Hasmukh Amathaal

ખીલ્યુ માનવ ફુલ ...Khilyu

Rating: 5.0

ખીલ્યુ માનવ ફુલ

મંગળવાર,17 જુલાઈ 2018

મારા ઘર માં ખીલ્યુ માનવ ફુલ
પંકાશે પંથક અમારું કુળ
કેટલા અવકાશ પછી મળ્યું અમને ફળ
કુદરત ની કળા છે અકળ।

ઘર માં પ્રકાશપુંજ ફેલાયો
બધાના ચેહરા પર સ્મિત લાવ્યો
આ તો કેવો ગેબી સંદેશ?
મન માં ના રહે જરાપણ અંદેશ।

માનવજીવન નુંછે જ મહત્વ
તમ ને દેખાય એમાં સત્વ
પરલોક ની શક્તિઓ પ્રત્યે વિશ્વાસ જાગે
અંદર નો આત્મા ગદગદ થઇ તેનો રાગ આલાપે।

પારણું બંધાય
વાજા વગડાવાય
મીઠાઈ ના પડીકા વહેંચાય
ઘેરઘેર વાવડ જાય।

આવો આપણો સ્નેહ નો સાગર
થાય વારેવારે ઉજાગર
અમિટ નયને આપણે બધા પ્રભુ ની કૃપા ને નીરખીએ
એની કૃપા ના સાગર ને વારંવાર બિરદાવીએ।

આવો જ હોવો જોઈએ આપનો બધા નો પ્યાર અને સ્નેહ
સંબંધ સાચવવા જોઈએ ખંત અને કુનેહ
હૃદય માં કરુણા નો સાગર
અને જીભપર જાણે સાકર।

બે વેણ આકરા કેમ બોલાઈ જાય!
ગાઢ સંબંધ એકદમધોવાઈ જાય
એક બીજાનું જીવન અકારૂં થઇ જાય
સ્નેહ નો આકાર અને કદ બંને વેતરાઈ જાય।

હસમુખ અમથાલાલ મહેતા

ખીલ્યુ માનવ ફુલ ...Khilyu
Monday, July 16, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

બે વેણ આકરા કેમ બોલાઈ જાય! ગાઢ સંબંધ એકદમ ધોવાઈ જાય એક બીજાનું જીવન અકારૂં થઇ જાય સ્નેહ નો આકાર અને કદ બંને વેતરાઈ જાય। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success