ખુબ ખુબ યાદ
શુક્રવાર,17 ઓગસ્ટ 2018
ખુબ યાદ આવે છે દીકરા
તારી બોલવાની છટા
તારા લટકા
અને નિર્દોષતા ના લહેકા
અમારું ઘર કિલ્લોલ કરી ઉઠતું
જેવું જ તારું આગમન થતું
અમો બધા તારી ઉત્કંઠા થી વાત જોતા
તને જોઈ રાજી ના રેડ થઇ જતા।
તારા લીલા બા અને દીદીમાસી
તને જોઈને હસી પડતા
આજે તે નથી પણતારી યાદોં છે
તારું નાનકડું સંભારણું છે।
આજે તને જોઈને યાદ આવી ગઈ
બધા રવિવારો નીહારમાળા સર્જાવી ગઈ
મન માં એક વિચાર મૂર્તિમંત થયો
દીકરીઓ ની યાદ સજીવન કરતો ગયો
બાળપણ કોને વહાલું નથી હોતું?
વિશેષ તો દીકરીઓ નુ જ રાજ હોતું
લળીલળી ને કાલુ કાલુ બોલવું
નખરા કરી કરી ને બધાને હસાવવું।
ખુબખુબ યાદ દિકરા
આવીજ રીતે આવતા રહો જરા
મન જોઈને આનંદીત રહે
અતીત ને સંભાળી ને ખુશ રહે।
હસમુખ અમથાલાલ મહેતા
Binal Nagar Lovely poem with deep feelings 1 Manage Like · Reply · 4m
ખુબખુબ યાદ દિકરા આવીજ રીતે આવતા રહો જરા મન જોઈને આનંદીત રહે અતીત ને સંભાળી ને ખુશ રહે। હસમુખ અમથાલાલ મહેતા
Agam Shah Agam Shah Nice one 1 Manage Like · Reply ·
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome Сиддхарт Путин 5 mutual friends Message