ખુશ રહો જ્યાં હોય ત્યાં Khush Poem by Mehta Hasmukh Amathaal

ખુશ રહો જ્યાં હોય ત્યાં Khush

ખુશ રહો જ્યાં હોય ત્યાં

Wednesday, May 23,2018
9: 13 PM


પ્રેમ કોઈ ને પૂછીને થોડો થાય છે!
અને થઇ જાય તો થોડો કહેવાય છે
મન માં ને મન માં પ્રેમ નો આભાસ થાય
એનું મુખ જોવાથી આખો દિવસ સારો જાય।

જ્યાં સુધી સમુસુતરું ઉતરે ત્યાં સુધી સારું
નહિતર જીવતર લાગશે અકારું
જીવનપર પર વૈરાગ પણ આવી જાય
ઘણા ભીરુતા બતાવી જીવનપણ ટૂંકાવી જાય।

સારાંશ એ છે કેપ્રેમ એ કઈ સસ્તી વસ્તુ નથી
જેને પચાવવી એ સાદો ખેલ નથી
એટલેજ તો એને કુદરત ની અપ્રિતમ ભેટ કહી છે
નદીના વહેતા નીર ની જેમ પ્રવિત્ર કહી છે।

પ્રેમ ના તીર તાતા
એની ના હોય કોઈ વ્યાખ્યતા
એતો વિરલા જ જીરવી જાણે
પ્રેમ ને પલ્લવિત કરી ઉજાગર કરી જાણે।

પ્રેમ માં અસફળતા ના હોય
જો દિલ એલ બીજા થી મળી ગયા હોય
એક જ ભાષા સમજતા હોય
અને જીવવા મરવાના કોલ સાથે દીધા હોય।

કદાચ જીવન માં એક બીજાને ના પણ મળાય
પણ એનાથી કોઈ એક બીજાનો જીવ ના દુભાય
હૃદય માં થી નિસાસો નીકળે, પણ હાય તો ના જ હોય
"ખુશ રહો જ્યાં હોય ત્યાં "એવા ઉચ્ચારજ હોય

હસમુખ અમથાલાલ મહેતા

Wednesday, May 23, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

કદાચ જીવન માં એક બીજાને ના પણ મળાય પણ એનાથી કોઈ એક બીજાનો જીવ ના દુભાય હૃદય માં થી નિસાસો નીકળે, પણ હાય તો ના જ હોય ખુશ રહો જ્યાં હોય ત્યાં એવા ઉચ્ચારજ હોય હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success