ખુશી નો અનુભવ
ગુરુવાર,9 એપ્રિલ 2020
મન માં ખુશી નો થાય અનુભવ
જ્યારે વાત કરવાનો મોકો થાય સંભવ
જાણે તરી ગયા હોય આ ભવ
અને મોંઢાપર જોવા જેવા હોય હાવભાવ।
આવું મને ઘણીવાર પ્રતીત થાય
જ્યારે અતીત માં ખોવાઈ જવાય
તમારી સામે જેમણે બાળપણવિતાવ્યું હોય
અને આજે તેઓ યુવાની ના ઉમરે ઉભા હોય।
આ જેતેની સાથે વાત કરતા મારું મન ભરાઈ આવ્યું
જાણે મને અતીત ના ઊંડા મનપટલ પરસમાઈ ગયું
"માસા માસા"કહેતા તેનું મોઢું ઉલ્લાસ થી ભરાઈ જતુ
મારું પણ હેત જાણે મનોમન ઉભરાઈ જાતું।
મારા વતન થી જોજનો આઘે
દ્રષ્ટિ થી ઓજલ અને વાત ના થાય સમયે
પણ એણે બાળપણ મારા મન માં જીવંત રાખ્યુ
મે એને સ્નેહાળ જોઈ ને સોનેરી ભવિષ્ય જરૂર થી ભાખ્યુ।
આજે એની ગૃહસ્થી જોઈને મન ગદગદિત થઇ જાય છે
મન માં અલૌકિક કલ્પનાનો જન્મ થાય છે
વારંવાર હાથ ઉપર ઉઠી આશીર્વાદ આપવા થનગને છે
તેને પરિવાર સમેત જોઈને મન ખુશી થી ગણગણૅ છે।
આવો સંબંધ કોઈ ભાગ્યશાળી ને જ નસીબ થાય
મનોમન તેને જોઈ ને રોમાંચ અનુભવાય
મન ખુશી થી ઉડુ ઉડુ થાય
આને જ રક્ત થી અને સ્નેહ ના તાંતણા થી જોડાયેલ સંબંધ કહેવાય
હસમુખ અમથાલાલ મહેતા
Agam Shah Agam Shah Wah wah 1 Hide or report this Like · Reply · 8h
Dipali Shah 2 mutual friends Niyogi Shah 1 mutual friend Add Friend
i Setalvad Shah 5 mutual friends Add Friend Urvi Gonawala 1 mutual friend Add Friend
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Maitri Agam Shah 👏👏 1 Hide or report this Like · Reply · 8h