કોઈ નું જીવન...Koi Poem by Mehta Hasmukh Amathaal

કોઈ નું જીવન...Koi

Rating: 5.0

કોઈ નું જીવન
મંગળવાર,30 જૂન 2020

તને શોધું હું ચારેકોર
મન મચાવે ઘણો શોર
મારૂ અધીર મન જોવા ને તરસે
મન ને થાય કે વર્ષા ક્યારે વરસે?

મિલન ના વહાણા વાઈ ગયા
વાદળ પણ વરસી ને ચાલી ગયા
મારા દિલ ને તરસતો છોડી ગયા
રસ્તો મુકાવી કેડી ને છોડી ગયા।

મારા દિલ ની ધડકન મને હેરાન કરે
મારી હરીભરી જિંદગી ને વેરાન કરે
હું વિચારું મનમાં ઘડીકભર
આંખો થઇ જાય સજળ અને સભર।

નથી જોઈતું મારે કોઈ નું જીવન
બસ મારો ઉદ્યાન રહે જીવંત અને સજીવન
પ્ર્રાણ પુરી એને ધબકતો રાખીશ
એની મર્યાદા નુ ઉલ્લંઘન કદી ના સંખીશ।

મન માં હતા ઘણા ઘણા ઓરતા
મને સતાવી ને કોરડા મારતા
હું સહન કરી એને ભૂલવાનો પ્રયત્ન કરતો
જીવન માં અફસોસ કરવાને બદલે હસતો રહેતો।

મારું જીવન નિષ્પાપ અને રહયું પવિત્ર
બધા પાત્રો મારી સમક્ષ આવી જતા સચિત્ર
મેં કોશિશ કરીહંમેશા રહેવા માટે મિત્ર
અને હંમેશા અપનાવ્યો જીવન માં મંત્ર

હસમુખ અમથાલાલ મહેતા

કોઈ નું જીવન...Koi
Tuesday, June 30, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

મારું જીવન નિષ્પાપ અને રહયું પવિત્ર બધા પાત્રો મારી સમક્ષ આવી જતા સચિત્ર મેં કોશિશ કરીહંમેશા રહેવા માટે મિત્ર અને હંમેશા અપનાવ્યો જીવન માં મંત્ર હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success