કોઇપણ પર્યાય...Koi Poem by Mehta Hasmukh Amathaal

કોઇપણ પર્યાય...Koi

Rating: 5.0

કોઇપણ પર્યાય

સોમવાર, કક 11 જૂન 2018


રવિવાર એટલે સૂરજદાદા નો વાર
આપણા માં થાય શક્તિ નો સંચાર
આખા અઠવાડિયાનો થાક થાય દૂર
બધા ને મળવાનું થાય અને પ્રેમ માં આવે પૂર।

આવા દિવસ નું આપણે કરીએ સમર્થન
એનું હોઈ શકે જુદું અર્થઘટન
પણ તમોને એ મગજ થી તાજા કરી દે
શક્તિ નો સંચાર તો એવો કે એક સપ્તાહ નો સંઘરો કરી દે।

જીવન એટલે ઘટમાળ
અવિરત અને પુરી જંજાળ
પણ કોઈ વિરલા જ એમાં મસ્ત રહે
અવિરત વહેતા જળ માં નિહાળી મગ્ન રહે।

કોઈ પણ દિવસ આપણા માટે શુભ સંદેશ જ લાવે
આંસુઓ ની ધાર વહેવડાવેમ, કે પછી આનદં જ અપાવે
"આ અવિરત સમય ની ધારા છે" એમ આપણે સમજવું જ રહયું
"આજે છીએ ને કાલે નથી" એ સત્ય ને કબૂલકરવું જ રહયું।

"કર્મ કરવાનો અબાધિત આઘાર"આપણી પાસે છે
એને મૂલવવાનો અધિકાર તમારી પાસે નથી
"ના હું ખોટું કરતો જ નથી" એમ કહીને ના છટકી શકાય
"સાચા નો કોઇપણ પર્યાય નથી "એમ ચોક્કસપણે કહી શકાય

હસમુખ અમથાલાલ મેહતા

કોઇપણ પર્યાય...Koi
Monday, June 11, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

કર્મ કરવાનો અબાધિત આઘારઆપણી પાસે છે એને મૂલવવાનો અધિકાર તમારી પાસે નથી ના હું ખોટું કરતો જ નથી એમ કહીને ના છટકી શકાય સાચા નો કોઇપણ પર્યાય નથી એમ ચોક્કસપણે કહી શકાય હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success