કોઈ પણ બહાને koi pan Poem by Mehta Hasmukh Amathaal

કોઈ પણ બહાને koi pan

કોઈ પણ બહાને

હું તો રહી ગયો તરસ્યો
ભાવનાથી વંચિત અંને ભૂખ્યો
જોયા માનવી નાં બધા ગુણો
મારી મટી ગયી ક્ષુધા અને પછ્તાણો ।

મારે મન હતી એક જ ભાવના
લેશમાત્ર પણ નહોતી કમાવાની નામના
હું કેમે કરી કામ આવી શકું?
સાદી રીએ કેમ જીવન વિતાવી શકું?

મેં જોયું સંકુચિત વિચારો નું મનોમંથન
એતો નોતરતું હતું નીશદીન પતન
મારો આત્માં સદૈવ કલ્પાંત કરતો
મારા વિચારોમાં કૈંક પરિવર્તન ઝંખતો।

માલમિલ્ક્ત નું હતું ઘણું જ વરદાન
બાપુજી હંમેશા કહેતા'આયુશ્યમાન '
તેમનો હાથ સદૈવ મારા માથા પર રહેતો
હું તેમના પ્રતિ હંમેશા ઋણી જ રહેતો

મા તો હંમેશા ગદગદજ રહેતી
એ મને હંમેશા એકજ વાત કહેતી
કદી કોઈ ની આહ કે નિઃસાસા નાં લેતો
'થાય નાં કોઈ નું સદા સારું' પણ નરસું તો નાજ કરતો
.
આજે મારી પાસે કોઇજ નથી
બસ નભુ છું તેમના આશીર્વાદ થી જ
સદા તેમના વેણ અને આંખો તરસાવતી જ રહે છે
મન માં ને મન માં કંઈક નવું કરવા પ્રેરતીજ રહે છે

પૈસા નું મૂલ્ય ઓછું આંકવાની મારી વિસાત જ નથી
'પણ એના વગર માનવી હીન છે 'એવું પણ જરૂરી નથી
ઘણા બધા કામો પૈસા વગર થતાજ નથી
'જ્યાં માનવતાની ફોરમ જ છે ' ત્યાં પૈસા ની વિસાત જ નથી

મારા મન માં આ વાત વિસરાતી જ નહોતી
કોઈ પણ બહાને આ વાત મારે કહેવીજ હતી
'રખે ને કોઈ મને કોઈ આળ આંચળા માં ધકેલી નાં દે'
એવાં વિચાર માત્ર થી જ ઢીલો થઇ જતો

Sunday, December 28, 2014
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 28 December 2014

Alpa Suba likes this. Alpa Suba Too good... Just now · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 28 December 2014

હું તો રહી ગયો તરસ્યો ભાવનાથી વંચિત અંને ભૂખ્યો

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success