કુદરત્ત નો નિયમ... Kudarat Poem by Mehta Hasmukh Amathaal

કુદરત્ત નો નિયમ... Kudarat

Rating: 5.0

કુદરત્ત નો નિયમ
મંગળવાર,5 માર્ચ 2019

"કર્યા હાથ સોના ના અને વિદાય કરી"
મારા મિત્રે સજળ નયને આ વાત વર્ણવી
"કન્યા એટલે પારકું ધન "
રાખવું જ પડે મન ને કઠણ

એક તો મરણપ્રસંગે થાય હૃદયદ્રાવક
બધા બની જાય મૂક અને અવાચક
"કુદરત ની આગળ આપણું કંઈ નહિ ચાલે"
લાચારી વ્યક્ત કરે અને શોક પ્રદર્શિત કરે।

આમ તો કન્યા ને વળાવી માતા ગદગદ થાય
પોતાના માથા નો ભાર હલકો કરી ખુશ થાય
પણ અંતર ની વેદના છુપી ના રહે
વાતો કરતા કરતા આંસુ વહેવા માંડે।

કેટલા કેટલા લાડ થી પાળીપોષી ને મોટી કરી
સામે ચાલી ને એને પરાઈ કરી
હવે તો મેળા, વાર પ્રસંગે જ થવાના
હવેતો દૂર થી નીરખી ને ખુશ રહેવાના।

છોકરીઓ ને ખુબજ લાડકોડ થી ઉછેરો
એની એક એક ઈચ્છઓને પુરી કરો
સુંદર કેળવણી અને સંસ્કારો નું સિંચન કરો
સમય આવે એટલે મન થી મનાવી વિદાય કરો।

આ છે કુદરત નો સફળ નિયમ
એ છે અને રહેવાનો કાયમ
તમે ગમે તેટલા કડક હોવા છતાં થઇ જાઓ નરમ
અંતે છોકરીજ તમારી પાસે આવે અને લગાવે મરહમ।

હસમુખ અમથાલાલ મહેતા
Courtesy: Photo sara wilde

કુદરત્ત નો નિયમ... Kudarat
Tuesday, March 5, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 05 March 2019

આ છે કુદરત નો સફળ નિયમ એ છે અને રહેવાનો કાયમ તમે ગમે તેટલા કડક હોવા છતાં થઇ જાઓ નરમ અંતે છોકરીજ તમારી પાસે આવે અને લગાવે મરહમ। હસમુખ અમથાલાલ મહેતા Courtesy: Photo sara wilde

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success