લડી ના પડવું Ladi Naa Padvun Poem by Mehta Hasmukh Amathaal

લડી ના પડવું Ladi Naa Padvun

લડી ના પડવું

સંસાર માં સુખ મળવું મુશ્કેલ છે
પણ એનો ઉકેલ જરૂર છે
એનો વ્યવહારુ અભિગમ ઘણોજ જરૂરી છે
ખરો એજ વ્યક્તિ છે જે સંપૂર્ણ સંસારી છે।

સંસાર માં તકલીફો ઘણી
મજા ની તકો પણ આવે ઘણી
તેનો કેમેય કરી ઉપયોગ કરી લેવો
સામનો કરવો પડે તો મક્કમતા થી કરી લેવો ।

આપણા કુટુંબ માં માં બાપ પણ સમાવિષ્ટ હોય
જેમના આશીર્વાદ હંમેશા આપણા માટે ઇષ્ટ જ હોય
કુટુંબ માં કલહ નું કારણ હોય તો પણ મનભેદ કદી ના હોય
ભલે ને પછી મતભેદ કાયમ રહયા કરતો હોય।

આપણે કહેતા ફરતા હોય કાયમ
પણ ના હોય વચન પર કાયમ
શેખી મારે બધાની વચ્ચે ધમાધમ
પણ એના ઓછા પડે પડઘમ ।

બધા હંમેશા સુખી ના કહેવાય
ઘણા તમાચો મારી ને ગાલ લાલ રાખતા હોય
ઘર માં રોજ કંકાસ થતો હોય પણ બીજા નો દોષ પહેલા જોતા હોય
આવા માણસો જિંદગી માં હંમેશા રોતા જ હોય।

આવા માણસો થી હંમેશા ચેતતા જ રેહવું
ના વધારે સાંભળ વું કે ના વધારે કેહવું
'કેમ છો, કેમ છો ' કહીને જલ્દી થી જુદા પડી જવું
વાત વાત માં કદી પણ લડી ના પડવું ।

Saturday, November 5, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 05 November 2016

welcome mahesh shah Unlike · Reply · 1 · Just now 4 hours ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 November 2016

xjignesh patel Unlike · Reply · 1 · Just now 4 hours ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 November 2016

x alkesh shah Unlike · Reply · 1 · Just now 4 hours ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 November 2016

આવા માણસો થી હંમેશા ચેતતા જ રેહવું ના વધારે સાંભળ વું કે ના વધારે કેહવું કેમ છો, કેમ છો કહીને જલ્દી થી જુદા પડી જવું વાત વાત માં કદી પણ લડી ના પડવું ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success