લ્હાણી શ્રાપની Lahani Poem by Mehta Hasmukh Amathaal

લ્હાણી શ્રાપની Lahani

લ્હાણી શ્રાપની

કોણ કોને રોકી શકે?
જો ભાવિ ના એંધાણ ને ના જોઈ શકે
નજર સમક્ષ થતો વ્યભિચાર રોકી ના શકે!
બે શબ્દ ઠપકા ના રૂપ માં પણ ના આપી શકે?

ધૃતરાષ્ટ્ર બની બેસી રહેવું પાલવશે?
પાડોશી રોજ હેરાન કરેશે તે સહન થશે?
પોતાના જ સુખ નું જતન ક્યાં સુધી કરીશું?
અવકાશ માં શુન્યજ છે પછી સર્જન ક્યારે કરીશું।

ખાલી શબ્દો શાંતિ ન આપી શકે
વૃક્ષ પણ પ્રણરહિત હોય તો છાંયડી ક્યાંથી આપી શકે
વિચારો માં ખાલી નિર્જીવ જોમ હોય તો કશું ના ઉદભવી શકે!
મારું માનો તો 'ખૂણા માં બેસી રહો'જેથી બીજા કઈ કરી શકે।

હામ અને સામર્થ્ય
એમાજ છે સમાયો અર્થ
જો એક કુકડી બચ્ચા માટે જોમ દાખવી શકે
તો આપણી શૂરવીરતા કેમ દબાવી શકે?

આજે દેશ ભડકે બળે છે
દેશ ના ગદ્દારો દેશને જ છેતરે છે
લોકો જાન આપે છે, જાત ને કુરબાન કરે છે
આ બધું આપણ ને શું બયાન કરે છે?

જ્યાં શરાબ નું ધૂમ વેચાણ થતું હોય
સ્ત્રીની ભરબજારે બેઇજ્જતી થતી હોય
જ્યા લોકો જાતે જ મક્કારી, જાતિવાદ અને લાંચરુશ્વત ને સમર્થન આપતા હોય
ભગવાન પણ તેમને લ્હાણી શ્રાપની જ આપતા હોય।

લ્હાણી શ્રાપની Lahani
Tuesday, April 18, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 18 April 2017

કોણ કોને રોકી શકે? જો ભાવિ ના એંધાણ ને ના જોઈ શકે નજર સમક્ષ થતો વ્યભિચાર રોકી ના શકે! બે શબ્દ ઠપકા ના રૂપ માં પણ ના આપી શકે?

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success