લેખાજોગા.. Lekhajoga Poem by Mehta Hasmukh Amathaal

લેખાજોગા.. Lekhajoga

Rating: 5.0

લેખાજોગા
સોમવાર,15 ઓક્ટોબર 2018

તારી આંખોના પલકારા
મારે ઘણા ચમકારા
કીકીઓ મારે ઝગારા
અને આપે ઘણા વરતારા।

સપનો નો ઘૂઘવે સાગર
મને ઘણી ગમે મંગેતર
તારા ચહેરા નું કરું અવલોકન
અને ભાવોનું કરું મંથન।

દિવસે જોઉં સપના
સામે આવે નયના
વાતો કરે જાણે એવી
મને ને ભાવે તેવી।

મનને થયો સંતોષ
શમી ગયો મારો રોષ
ઉત્કંઠા હતી મન માં ઘણી
પણ થોડી ઘણી સંતોષાણી।

આજ છે મોંઘેરું જીવન
જે ને કરવું પડશે સજીવન
તાણાવાણા ગૂંથી કરવા પડે ભેગા
મળવાનું તો ત્યારે જ્યારે હશે લેખાજોગા।

હસમુખ અમથાલાલ મેહતા

લેખાજોગા.. Lekhajoga
Monday, October 15, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 15 October 2018

આજ છે મોંઘેરું જીવન જે ને કરવું પડશે સજીવન તાણાવાણા ગૂંથી કરવા પડે ભેગા મળવાનું તો ત્યારે જ્યારે હશે લેખાજોગા। હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success