લીલા અપરંપાર
જીવવું મારે
ચિંતા બીજાને
સમજાવે ત્રીજા ને
પણ શા માટે સતાવે અન્યોને?
તમે જીવ્યા પોતાને માટે
ભેગું કર્યું ધન કુટુંબ માટે
હવે તેને શું કરવાનું?
ફક્ત સંતાડવાનું અથવા દાટી દેવાનું।
લોકો પાસે શિખામણો ઘણી
પણ ધણી નો છે કોઈ ધણી?
આપણે હાલતાંચાલતાં સ્વાર્થી પ્રાણી
સ્વાર્થ સાધે પોતાનો અને બીજાને હાથ માં લેવડાવે પાણી।
પ્રભુ ની લીલા અપરંપાર
મને કહે વારંવાર
હું કહું ' શું કામ દુઃખી થાય છે યાર'?
શા માટે રાખે છે મગજપર ભાર?
'હાળી કટેવ પડી છે'
હળવે થી કબુલ પણ કરી લે છે
જીવ ને ક્યાં હખ છે
બધે દુખ ને દુઃખ જ છે।
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem