લીલીવાડી
આજે શુભેચ્છાઓનો લાગી છે વણઝાર
આજ તો છે બધાનો પ્યાર
ખબર જ ના પડી કેટલો સમય વહી ગયો
મારી વહાલસોયી માતા ની 'મંછા' મોટી થઇ ગઈ
કેટલું બધુ પાણી વહી ગયું
મારી મમ્મી નું કહેણ યાદ આવી ગયું
'ભણી લે અને ઘરકામ માં કુશળ થઇ જા'
આજે મને યાદ આવેછે તેની શીખ અને અભરખા।
પાપા ના પણ મારે માથે ચારે હાથ
કેવો હતો તેમનો હૂંફભર્યો સંગાથ
આજે હું માતા બની છું
કોઈ ની જીવન સંગીની પણ છું।
બધા દ્રશ્યો મારી સમક્ષ સજીવન થઇ જાય છે
એક બે હર્ષાસુ મારી આંખ માં ધસી આવે છે
એજ કોમળ ચેહરો એજ હાવભાવ
હું ફરીથી હસી પડું છે અને દૂર થઇ જાય છે તણાવ।
જીવન માં આગળ વધી પ્રેમ થી
દિલ જીતી લીધા વહાલ થી
લીલીવાડી જોઈ મન પ્રફુલ્લિત થઇ જાય છે
સદગત અને જીવંત બધાની યાદ એકદમ સામે આવી જાય છે।
welcome krushna behra Like · Reply · 1 · Just now · Edited
welcome malay doshi Like · Reply · 1 · Just now · Edited
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcoem abhishek mehta Like · Reply · 1 · Just now