માન વધે Maan Poem by Mehta Hasmukh Amathaal

માન વધે Maan

માન વધે
રવિવાર। 24 જૂન,2018


આવી સોનેરી પ્રભાત
નવા સોપાન પર પાડવા ભાત
સૂરજદાદા મરકમરક હસતા દ્રષ્ટિગોચર થયા
આખા મલક માં નવી શક્તિ નો સંચાર લાવ્યા।

બધાને નમન કરવાનું મન થાય
જય શ્રી કૃષ્ણ કહી હાથ જોડવાનું મન થાય
ભાવવિભોર થઇ ગદગદ થઇ જવાય
એક બીજાને મળી હૂંફ નો અનુભવ પણ થાય।

મનખો એક વાર જ મળે
કેટલા ને ફળે
કેટલાને જાય એળે
પણ સફળ થઇ જાયજો ખીલે કળા સોળે!

જીવન છે એટલે જીવવું જ પડે
મુસીબતો ને સામનો પણ કરવો પડે
જરૂરત પડે ખડગ પણ ઉઠાવવું પડે
સ્વર્ગ ની સીડી એ જ ચડે જે સમરાંગણ માં લડે

શહીદીતો એ જ વહોરે જેને માથે શિરમોર હોય
ધરતીમાતા નું જે ને વરદાન હોય
જે બલિદાન આપતા પણ ના ખચકાય
આવા લોકોજ માતાના પનોતા પુત્ર કહેવાય

હાથ જોડી સ્વમાન થી ઉભા રહો
સામા વાળા ના અભિવાદન ની રાહ ના જુઓ
માન આપવાથી જ માન વધે
આપણીપ્રકૃતિ ને છોડતા રખે

હસમુખ અમથાલાલ મહેતા

માન વધે Maan
Sunday, June 24, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success