મારા થી નહિ સચવાય...Maaraa Poem by Mehta Hasmukh Amathaal

મારા થી નહિ સચવાય...Maaraa

મારા થી નહિ સચવાય
સોમવાર,24 ડિસેમ્બર 2018

"ના મારા થી નહિ સચવાય "
"કોઈ મારા થી બદ સે નહિ અને ફોલી ખાય"
એ કહેતી રહેતી અને હું તેનો ચેહરો જોયા કરતો
એનો નિખાલસ અને ભોળો સ્વભાવ હું નીરખતો રહેતો।

આવી હતી તેની નિષ્ઠા
અને સમજણ ની જાણે પરાકાષ્ટા
"મને પહેલે જવા દેજો"હું પ્રભુ ને પ્ર્રાર્થએ કરું છું
"બસ એનું આજ રટણ" પ્રભુ મારું સાંભળજો।

પ્રભુ એ નિર્માણ પણ એવું જ કર્યું
હસ્તે મુખે એને સ્વર્ગભણી પ્રયાણ કર્યું
એનું કથન સોળે આની સાચું ઠર્યું
પ્રભુ એ એની ધારણા પ્રમાણે જકર્યું।

આજ હું એકલો બેસી તેને યાદ કરું
તેના બોલ ને યાદ કરી સમરું
પ્રભુ પાસે તેની સુખાકારી માટે પ્રાર્થના કરું
એ જ્યાં પણ હોય, સુખ ની કામના કરું।

મને લાગે સંસાર ખારો
પણ તેને લાગતો હતો પ્યારો
બધા ને સુખ આપી પોતે થતી આનંદિત
બસ એને મન બીજાનુ જ હિત।

પોતે ભૂખી રહી બીજાને ખવડાવે
જે પણ ઘેર આવે તેને પ્રેમ થી આવકારે
તેની આગતા-સ્વાગતા મન મૂકી ને કરે
પોતા ના દુઃખ ને એ જરાપણ ના ગણકારે।

હસમુખ અમથાલાલ મહેતા

મારા થી નહિ સચવાય...Maaraa
Monday, December 24, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 24 December 2018

Agam Shah Agam Shah Miss you masi 1 Hide this Like · Reply · 7m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 December 2018

Sanjay Pansare Sanjay Pansare નિખાલસ, પ્રેમાળ સ્વભાવને કારણે ક્યારેય ભૂલી ન શકાય તેવુ વ્યક્તિત્વ હતુ અેમનું શત શત વંદન 🙏🙏🙏 1 Hide this Like · Reply · 2m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 December 2018

પોતે ભૂખી રહી બીજાને ખવડાવે જે પણ ઘેર આવે તેને પ્રેમ થી આવકારે તેની આગતા-સ્વાગતા મન મૂકી ને કરે પોતા ના દુઃખ ને એ જરાપણ ના ગણકારે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success