મારી ધરતી... Maari Poem by Mehta Hasmukh Amathaal

મારી ધરતી... Maari

Rating: 5.0

મારી ધરતી
સોમવાર,17 માર્ચ 2019

મારી ગુજરાત ની ધરતી
હંમેશા અમી વરસાવતી
હેત નો વારસો અપાવતી
હું ઉતારું એની હંમેશા આરતી।

બલિદાન માટે પછી ના પડે
પછી ભલે જુદા થઇ ધડ લડે
આવા શૂરવીર માતા જ જન્મે
હું કરું કામના એવી કે તે મને જન્મે, જન્મે મળે।

આવો વારસો છે મહામૂલો
એને કેમે કરી મૂલવવો
મારા છાતી માં કંડારેલો રહે
ધરતી માં ની આહુતિ માટે અગ્નિ ભરેલો રહે।

મળે મોકો બલિદાન આપવાનો
કદી પાછી પાની ના કરવાનો
હસ્તે મુખે શુળી પર ચઢી જવાનો
દેશ માટે કહે છે "દેશ ના જવાનો"।

મા ના રક્ષણ કાજે હું ના નમું
પણ ફરજ થી કદી વિમુક્ત ના રહુ
જીવ જાય તો ભલે જાતો રહે
પણ જીવન સાર્થક કરતો રહે।

મારી આ ધરતી નવલોહિયાઓને પેદા કરતી રહે
જરૂરત પડે બલિદાન માગતી રહે
ના કોઈ હોય જો મન માં શંકા
આવો મોકો તો પામે નરબંકા

હસમુખ અમથાલાલ મહેતા

મારી ધરતી... Maari
Monday, March 18, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 18 March 2019

મારી આ ધરતી નવલોહિયાઓને પેદા કરતી રહે જરૂરત પડે બલિદાન માગતી રહે ના કોઈ હોય જો મન માં શંકા આવો મોકો તો પામે નરબંકા હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success