મારુ વડાલી Maaru Poem by Mehta Hasmukh Amathaal

મારુ વડાલી Maaru

ગર્વથી ઊંચું થાય

અસંખ્ય વટ્વ્રુક્ષો વાળું ગામ
વટપલ્લી આપ્યું એનું નામ
તાલુકા નું મોટું મથક
મશહૂર આખું આખા પંથક।

તીર્થસ્થાનો થી ભરપૂર
વનરાજી અને શાકભાજી માટે મશહૂર
લોકો માયાળુ અને સદા મદદ માટે આતુર
બધા લોકો જય આશ્વાસન આપે જ્યારે કોઈ હોય શોકાતુર।

શાળાઓ પૂરતી બાળકો માટે
કુમાર શાળા, , કન્યા શાળા અને માધ્યમિક સંકૂલન વડે
બધાનો સામુહિક વિકાસ
પોતા ના હોય બધા એવો સંપૂર્ણ વિશ્વાસ।

આવા નાના ગામ મા જન્મ થયો હોય
તો સહજ છે કે ગર્વ ની લાગણી અનુભવાય
એક એક ગલી જાણે ને વૃંદાવન લાગે
જ્યારે પણ યાદ કરે ત્યારે ભાવના ના ઘોડાપુર આવે।

શિક્ષકો પ્રત્યે આદરની લાગણી
એનીજ તો કરી હતી તેમણે લ્હાણી
અમે આજ લણી છે તેની વાવણી
શું પ્રેમ ની હતી ભરપૂર સરવાણી।

વડાલી નું નામ સાંભળતાજ મન ગદગદ થાય
બધી યાદો ધીરેધીરે સમાય
સ્વભાવિક છે માન નો સ્ત્રોત પ્રજ્વલિત થાય
માથું એના માન ગર્વથી ઊંચું થાય।.

મારુ વડાલી Maaru
Saturday, November 18, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 18 November 2017

welcome maaru vadali Like · Reply · 1 · 16 hrs Manage

0 0 Reply
Mehta Hasmukh Amathalal 18 November 2017

Dipali Sathwara Dipali Sathwara Wah.. kaka khub saras lakhi kavita vadali ni Like · Reply · 1 · 7 hrs Manage

0 0 Reply
Mehta Hasmukh Amathalal 18 November 2017

welcome dipali sathvara Like · Reply · 1 · 10 mins

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success