મન મોહ્યું છે Man Poem by Mehta Hasmukh Amathaal

મન મોહ્યું છે Man

મન મોહ્યું છે

તુ ખરેખર વિસ્તૃત છે
વાત જાણીતી અને પ્રસ્તુત છે
એક એક વાત નું છે મહત્વ
તારું છેજ ન્યારું વ્યક્તિત્વ।

હું ખોવાયો જોઈ તારા નયનનક્ષ્ય
મારું બધું ધ્યાન હતું કેન્દ્રિત અને લક્ષ્ય
પંણ તુ હતી બધાથી નિરાલી
પરિપક્વ અને વિચારોથી ઘેરાયેલી।

મેં કર્યું ઘણું મનોમંથન
ઉલેચ્યા મન ના મેલ કરી જાણે સમુદ્રમંથન
હાથ માં આવ્યા અણમોલ રતન
મને વિચાર્યું ' આન કરવાજ જોઈએ જતન '

મને રોગી ની સંજ્ઞા આપવી જોઈએ
શા માટે મારે આવી વિચારધારા રાખવી જોઈએ?
એક મનુષ્ય જે પોતાના આદર્શ થી જીવવા માંગે છે
શા માટે મારો હઠીલો સ્વભાવ થી તેને હરાવવા માંગે છે?

મારી ઉણપ ને મારેજ દૂર કરવી રહી
મારી ગેરસમજ ને મારે જ દુરસ્ત કરવી રહી
સમાજ છે. અને તેની વચ્ચેજ રહેવાનું છે
તાણાવાણા ગૂંથીને જ ગૃહસ્થ બનવાનું છે।

કોઈ જ વાત અશક્ય નથી
પ્રેમ ની કોઈ પરાકાષ્ટા નથી
મારે એવી કોઈ ચેષ્ટા કરવી નથી
મન મોહ્યું છે પણ પેરવી કરવી નથી।

મન મોહ્યું છે Man
Sunday, August 27, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 27 August 2017

કોઈ જ વાત અશક્ય નથી પ્રેમ ની કોઈ પરાકાષ્ટા નથી મારે એવી કોઈ ચેષ્ટા કરવી નથી મન મોહ્યું છે પણ પેરવી કરવી નથી।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 August 2017

Shamjibhai Solanki Thanks...Wah...Hadmukh Bhai Maheta Like · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success