મારા માર્ગદર્શક..... Mara Poem by Mehta Hasmukh Amathaal

મારા માર્ગદર્શક..... Mara

Rating: 5.0

મારા માર્ગદર્શક

રવિવાર,5 ઓગસ્ટ 2018

જય નારાયણ નારાયણ નારાયણ
રહે દિલ માં સદા રટણ
હંમેશા રહેશે જન્મ અને મરણ
પણ માગું સદા તમારું શરણ।

ચરણો માં સદા સ્થાન હશે
ઘટ માં તમારું સ્મરણ હશે
હરતા ને ફરતા નજર સમક્ષ
તમારો ચેહરો રહે છે પ્રત્યક્ષ।

સ્વર્ગ નો મને મોહ નથી
નરક નું મને ધ્યાન નથી
લોકમુખે સાંભળેલ વાયકા લાગે
પણ અંતર માં તેનો ભય લાગે।

દુઃખ બીજાનું જોઈને મન તરસે
આંખો માં થી આંસુ વરસે
કેમ પ્રભુ! આવું દુઃખ દીધું છે
સુખ આપી ને પછી રાજ દીધું છે।

કૃપાભંડાર અને તારણહાર
સૃષ્ટિના રચયિતા અને સર્જનહાર
આપની મરજી વિના પાંદડુ ના હાલે
આજ જે થતું હોય તે કાલે ના હાલે।

પ્રભુ તમેજ છો મારા માર્ગદર્શક
તમે જ સર્જક અને અમે માત્ર દર્શક
અવલોકન કરીએ માત્ર બની ને મૂક
પણ જરૂર થી ચેતી ને ચાલીએ કે ના થઇ જાય ચૂક।

હસમુખ અમથાલાલ મેહતા

મારા માર્ગદર્શક..... Mara
Sunday, August 5, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 05 August 2018

પ્રભુ તમેજ છો મારા માર્ગદર્શક તમે જ સર્જક અને અમે માત્ર દર્શક અવલોકન કરીએ માત્ર બની ને મૂક પણ જરૂર થી ચેતી ને ચાલીએ કે ના થઇ જાય ચૂક। હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success