મારી ખમીરવંતી ધરા... Mari Poem by Mehta Hasmukh Amathaal

મારી ખમીરવંતી ધરા... Mari

Rating: 5.0

મારી ખમીરવંતી ધરા
શુક્રવાર,5 એપ્રિલ 2019

મારી ખમીરવંતી ધરા
બની રહે અમીઝરા
હેત ના ઝરણા વહે
બધા એની વાહવાહ કરે।

તે પેદા કર્યા ખમીરવંતા યોદ્ધા
બની રહયા અનુરૂપ હોદ્દા
પ્રાણ ન્યોછાવર કરી દીધા સુધ્ધા
આવી છે ધારા, મારા માટે શ્રદ્દધા।

આપીએ અમે આહુતિ
અને સદા કરીએ સ્તુતિ
પ્રેમ ના જળ, સદા વહેતા રહે
મન પણ સદા, પ્રફુલ્લિત થતા રહે।

ના કદી વાંછીએ બીજાનુ અહીત
રાગ, દ્વેષ થી મુક્ત અને રહિત
આજ અમારી કામના બીજા પ્રત્યે
રહીએ સદા સત્ય ને પડખે।

ના હોય મન માં વેર નો ડંખ
હંમેશા જંખીએ અને વહેંચીએ દુઃખ
સુખા ના સાથી ઘણા મળે
પણ દુઃખ માં આપેલ આશ્વાસન ના જાય એળે।

હસમુખ અમથાલાલ મહેતા

મારી ખમીરવંતી ધરા... Mari
Thursday, April 4, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Kumarmani Mahakul 04 April 2019

" ના હોય મન માં વેર નો ડંખ હંમેશા જંખીએ અને વહેંચીએ દુઃખ સુખા ના સાથી ઘણા મળે..." What an excellent poem you have shared really. Thank you very much.

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success