મારી નાવડી Mari Poem by Mehta Hasmukh Amathaal

મારી નાવડી Mari

મારી નાવડી

કાળજા ની કોર
મચાવે ખુબ શોર
ખુબ કર્યો મજબુર
પણ ધરી મેં હિમ્મત અને રહ્યો સબૂર।

ભુતકાળે મને ખુબ સતાવ્યો
મેં પણ જુસ્સો દાખવ્યો
મે પણ કહી દીધું 'કરી લે અત્યાચાર'
હું પણ કરી લઈશ હાથ ચાર।

મેં કરી લીધું મન ને મજબૂત
મારે નહોતો જોઈતો કોઈ સબૂત
હું આગળ વધતો ગયો
જુસ્સા ને ખુબ વધારતો ગયો।

પાછળ છોડી દીધો કાળો પડછાયો
હું યાદ કરી કદી ના રોયો
બસ ભવિષ્ય ને શણગારતો રહ્યો
જે મળ્યા સહૃદયી તેમને આવકારતો જ રહ્યો।

આજે મારી પાસે લીલીછાંયડી છે
છોરાછૈયા અને લાડી પણ છે
ધંધા માં ઉત્તરોત્તર પ્રગતિ છે
સારા લોકો જોડે સંગતિ પણ છે।

હું જોડું બે હાથ અને કરું વિનંતી
આ છે મારી કથની અત થી ઈતિ
ભવિષ્ય ને હું સંભાળી લઈશ
મારી નાવડી ને નહી ડગવા દઈશ।

મારી નાવડી Mari
Tuesday, July 4, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success