મારી વાત... Mari Poem by Mehta Hasmukh Amathaal

મારી વાત... Mari

Rating: 5.0

મારી વાત
શનિવાર,23 માર્ચ 2019

આ છે મારા ગામની કહાણી
કરાવતી ખુબ મજા ની લ્હાણી
યાદો થાય મન માં તાજી
હું થઇ જાઉં રાજી રાજી।

રહેતા હતા અમે થઇ ભાઈબંધ
ના હતી અમારી લોહીની સગાઇ
પ્રીત ને બનાવી આંખો માં સગાઇ
ભૂલી ગયા અમે જાત ની બડાઈ।

આવો હતો અમારો નિર્દોષ ભાવ
કદી ના ઉદ્ભવ્યો સ્વાર્થ નો હાવભાવ
મળી ને રહયા અને છુટા પણ પડયા
જુના ભાવો મન થી કદી અળગા ના થયા।

જ્યારે પણ મળ્યા, પ્રેમ થી ભેટયા
એક બીજા ના ખબરઅંતર પૂછયા
આંખો માં હર્ષ ના આંસુ આવ્યા
જુની યાદો ને તાજી કરાવી ગયા।

કૃષ્ણ સુદામાની થઇ યાદ તાજી
આજે પણ યાદ કરીએ તેમની ભાઈબંધી
નસીબવાળા ને મળે એવા સખા
બાકી બધા કરે જાહેર માં ડખા।

હસમુખ અમથાલાલ મહેતા

મારી વાત... Mari
Saturday, March 23, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 23 March 2019

કૃષ્ણ સુદામાની થઇ યાદ તાજી આજે પણ યાદ કરીએ તેમની ભાઈબંધી નસીબવાળા ને મળે એવા સખા બાકી બધા કરે જાહેર માં ડખા। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success