મારી સામે બેઠી નાર.. mari same bethi Poem by Mehta Hasmukh Amathaal

મારી સામે બેઠી નાર.. mari same bethi

Rating: 5.0

મારી સામે બેઠી નાર

મારી સામે બેઠી નાર
મને આંખ મેળાવે રે
આંખમાં પરોવી આંખ
મને ખુબ લોભાવે રે। મારી સામે બેઠી નાર

નારી ખુબ સજાવે વેશ
થઇ જાય બધા બેહોશ
ચાલે ખુબ લચકતી ચાલ
હરણીને પણ લજાવે રે। મારી સામે બેઠી નાર

આંખોમાં લગાવી મેશ
લોચનીયા ને ફેરાવે રે
લોભાવી કરે મદહોશ
કામણ ને ફેલાવે રે। મારી સામે બેઠી નાર

મારા શમણાં માં આવીને
સારી રાત રંઝાડે રે
હું તો જાગું આખી રાત
મારા દિલ ને દઝાડે રે। મારી સામે બેઠી નાર

મn ને મૂર્છિત બનાવી ને
મારો તીરનો ચલાવે રે
મારા ભોળા ભાળા દિલને
ઘણી ચોટ પહોચાડે રે। મારી સામે બેઠી નાર

મોહક તારા નખરા
ને હું કેમે ગમાdu રે
માદક તારા નયનો ને
હું કેમે ભુલાવું રે। મારી સામે બેઠી નાર

ઓ રૂપાળી લલના
તું છોડી દે નખરા
તું લાખ કરે છલના
તારે હાથ નાં આવું રે। મારી સામે બેઠી નાર

તારી ચાલને હું જાણું
તને સબક શીખાડું રે
પણ મારા મન ને તું ભાવે
તને મારી બનાવું રે। મારી સામે બેઠી નાર

તારી એક છબી મારા
મનમાં ખુબ સમાણી રે
એને કેમ કરી વિસરાવું
મારા મનમાં કંડારી રે। મારી સામે બેઠી નાર

હા હા, હી હી, કરી વચમાં
મારી ખીલ્લી ઉડાવે રે
મળી જાય મૌકો ઘર માં
મને લાડ લડાવે રે। મારી સામે બેઠી નાર

તારા ગાલોના ખંજન
સુરત ને સોહાવે રે
ગોરા મુખપર કાળો તલ
આભા ને દીપાવે રે। મારી સામે બેઠી નાર

મારી છબીલી છે મનમૌજી
થઇ જાય ઘડીમાં રાજી
નાખી કમર માં બેઉ હાથ
થઇ જારે મારે સંગાથ। મારી સામે બેઠી નાર

COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 26 January 2014

???? ???? ???? ??? ???? ???? ???? ??? ??? ??? ?????? ??

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success