મારી સાસુ ને બોલાવો
મારી સાસુ ને બોલાવો
એમને સાન માં સમજાવો
મને કંઇક તો અપાવો
ખાલી માથું ના ખપાવો
મારું દિલ પટારા માં મોહ્યુ
જ્યારે મોઢું તેનું ખોલ્યું
પેલી પીળી પીળી વીંટી
મારા મન માં લગાડી સીટી।
મે માખણ ખુબ લગાવ્યું
પણ કાંઈ લેખે નાં આવ્યું
સાસુ સમજી ને ધીરેથી બોલ્યાં
જમાઈ શાના પર છે મોહ્યા?
મેં વહાલી દીકરી ને આપી
તમારી જાન ને શાન થી વધાવી
કન્યાદાન ની સાથે વળાવી
શાણી દીકરી અને મેંઘાવી।
મારા સાસુ છે શાણા
સમજી ને નાખે દાણા
આ તો અમે બોલીને ફસાણા
અને થઇ ગયા ખસિયાણા।
પણ દાવ બરાબર બેઠો
શંકા નો કીડો પેઠો
હવે કૈંક તો કરવું પડશે?
અને સાસુ માં સમજશે।
પણ દાવ બરાબર બેઠો શંકા નો કીડો પેઠો હવે કૈંક તો કરવું પડશે? અને સાસુ માં સમજશે।
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
પ્યાર કા દર્દ likes this. Comments welcome Unlike · Reply · 1 · Just now