મારો પ્યાર.... Maro Poem by Mehta Hasmukh Amathaal

મારો પ્યાર.... Maro

Rating: 5.0

મારો પ્યાર

રવિવાર,5 ઓગસ્ટ 2018

તને દૂર થી હંમેશા નિહાળું
તારું મુખારવિંદ મને લાગે વહાલું
તારી મૂર્તિ ને મન માં કંડારું
જીવતર લાગે મને ખારું ખારું।

માગો તોકઈ મળતું નથી
હવા પણ હાથ આવતી નથી
મન માં ને મન માં મુંજાતો જાઉં છું
સપના ના સાગર માં ડૂબતો જાઉંછું।

શું એ હશે આ પ્રીત ના આડંબર?
પણ બની ને રહેંશો તમે મારા રાહબર
મારી ઈચ્છા ક્યારે આવશે બર?
મન પણ નથી કરતું સબર।

આવા છે હેત ના બંધન
અમોલ અને અને એથી વિશેષ છે ધન
મન રહે વિચલિત મેળવવા કાજ
પણ મનમાં છુપાવ્યું છે મેં એક રાજ।

હિમ્મત નથી પડતી કે દિલ ની વાત કહું
ડર છે રખે ને સાંભળી જાય સહું
સહન કરી ને જીવે જાઉં છું
મન માં ને મન માં પસ્તાઉં છું।

હશે ત્યારે હું મન ને સમજાઉં છું
કુદરત ના નિયમ નું પાલન કરું છું
રખે ને એને કોઈ ડાગ લાગી જાય
અંતર માં ભયની સીહર આવી જાય।

આવો છે મારો પ્યાર
અનોખો અને સદાબહાર
બહાર થી હંમેશા હસતો રહું
પણ મન માં મનમાં ઘૂંટાતો રહું।

હસમુખ અમથાલાલ મહેતા

મારો પ્યાર.... Maro
Saturday, August 4, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 04 August 2018

આવો છે મારો પ્યાર અનોખો અને સદાબહાર બહાર થી હંમેશા હસતો રહું પણ મન માં મનમાં ઘૂંટાતો રહું। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success