માથે તું બેઠો... Mathe Tu Betho Poem by Mehta Hasmukh Amathaal

માથે તું બેઠો... Mathe Tu Betho

Rating: 5.0


માથે તું બેઠો છે
પછી ફિકર મને શા માટે?
હું તો સમરું હરપળ તને
પછી દુખ આવે શાને? માથે તું બેઠો

મારો શ્વાસ તું, અને પ્રાણ પણ તું
તારા વિના મેને નથી કઈ સુજતુ
મને બતાવ કોઈ મારગ સારો
હું થઇ જાઉં સેવક તમારો।માથે તું બેઠો

જીવન મને લાગે ખારું અકારું
હું દિલ થી સમરું નામ તમારુ
પ્રભુ તિમિરે થી અજવાળે
ચિંધ જો પથ ધીરે સથવારે । માથે તું બેઠો

પ્રાણ થી પણ વહાલું
પ્રભુ નામ છે તમાર્રું
અંતરમાં પૂરજો કરુણા નાં સાગર
હું તો એક મામુલી માનવ નિરાધાર।

આંસુ મારા નયનો થી
સદા તરસતા રહે છે
પ્રભુ કરજો કૃપા સદા અપરંપાર
મારી ખુશીયો નો નાં રહે પાર। માથે તું બેઠો

મારો નાથ તું મારો વિશ્વાસ તું
તું રહે ઘટમાં આતમ નો શ્વાસ તું
હું તો હરઘડી સમરું
રૂડું નામ તમારું। માથે તું બેઠો

Thursday, March 13, 2014
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 16 March 2014

welcome piyush shh a few seconds ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 March 2014

Seen by 14 Hasmukh Mehta welcome ghanshyam 2 minutes ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 13 March 2014

a welcome jen parungo a few seconds ago · Unlike · 1

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success