'મિચ્છામિ દુક્કડમ' Michhami Dukkadam Poem by Mehta Hasmukh Amathaal

'મિચ્છામિ દુક્કડમ' Michhami Dukkadam

'મિચ્છામિ દુક્કડમ'

ભલે ઘવાય મારો અહમ
બળી ને થઇ જાય ભસમ
હું ખાઉંછું આજથી જ સમ
અને કહું છું 'મિચ્છામિ દુક્કડમ '

કહેવાઉં હું જૈન
પણ મારા કર્મો અજૈન
રોજ ભગવાન ની પૂજા અવશ્ય કરું
સાધર્મિક ને પણ 'જય જિનેન્દ્ર' જરૂર કરું।

પાલીતાણા જવાનો મન માં અભરખો
પણ આ જીવ ક્યાં રહેછે સરખો?
કૈંક ને કૈક ઉપાધિ આવતી જ રહે છે
મનમાં અશાંતિ છવાયેલી જ રહે છે।

જિન નો અર્થ કદી ના સમજી શક્યો
પૂજા, અર્ચના, દાન બધું કરી શક્યો
પણ મન માં કલહ, અહંકાર ને પાળી રહ્યો
'ક્યારે બદલો લઉં' તેજ ભાવના સંભાળી રહ્યો।

જીવન માં રચ્યો પચ્યો રહું છું
ભગવાન ના ગુણગાન પણ કરું છું
એને ઘણુંજ અને પ્રમાણસાર આપ્યું છે
શું કરવું જોઈએ તેનો અણસાર પણ આપી દીધો છે।

જીવન માં કૈંક ખૂટે છે
આ જીવન શેને માટે છે?
ફક્ત ધન સંચય માટે?
લોકો ની સામે તેનું પ્રદર્શન કરવા માટે?


'જીવન છે' નખશીખ શુદ્ધ તો ના રહી શકીએ
પણ જીવન પ્રત્યે નો અભિગમ તો બદલી શકીયે
રાંક અને સાધનસંપન્ન વચ્ચે નો ભેદ શા માટે ઉભો કરીયે?
'ધર્મ પ્રત્યેની લાગણી વાળો છે માટે તેને ઉભો કરીયે।

'જીવન છે' નખશીખ શુદ્ધ તો ના રહી શકીએ
પણ જીવન પ્રત્યે નો અભિગમ તો બદલી શકીયે
રાંક અને સાધનસંપન્ન વચ્ચે નો ભેદ શા માટે ઉભો કરીયે?
'ધર્મ પ્રત્યેની લાગણી વાળો છે" માટે તેને ઉભો કરીયે।

જીવન પ્રત્યેનો સુચારુ પ્રભાવ
જીવન માં લાવશે ઘણા બદલાવ
'જૈનકુળ માં જન્મ મળ્યો છે' તો સાર્થક કરીયે
'મિચ્છામિ દુક્કડમ 'કરીને પ્રતિબદ્ધ તા તો દર્શાવીએ।

બીજા પ્રત્યે કૂણી લાગણી
પશુ, પ્ર્રાણી પ્રત્યે અનુકંપા ની લ્હાણી
આજ છે જિન ધર્મ નો સંદેશ
ભલે જાઓ તમે દેશ કે પરદેશ।

'મિચ્છામિ દુક્કડમ' Michhami Dukkadam
Thursday, September 1, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 02 September 2016

welcome Jitu V. Kural Unlike · Reply · 1 · Just now 1 Sep

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 September 2016

xwelcome shailesh sinh solanki Unlike · Reply · 1 · Just now 3 hours ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 September 2016

બીજા પ્રત્યે કૂણી લાગણી પશુ, પ્ર્રાણી પ્રત્યે અનુકંપા ની લ્હાણી આજ છે જિન ધર્મ નો સંદેશ ભલે જાઓ તમે દેશ કે પરદેશ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success